
નર્મદા પરિક્રમા : બોટ પલ્ટી જતા પ્રવાસીઓનો આબાદ બચાવ
રેંગણ ઘાટ પર નદી વચ્ચે એસ.ડી.આર.એફ.ની ટીમના જવાનોએ શ્રદ્ધાળુઓને સુરક્ષિત હેમખેમ નદી કિનારે પહોંચાડ્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
શ્રદ્ધા-આસ્થા સાથે જોડાયેલી નર્મદા જિલ્લાની આ પવિત્ર ભૂમિ ઉપર નર્મદા મૈયાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અર્થે આ વર્ષે સમગ્ર દેશભરમાંથી બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ પરિક્રમા અંતિમ ચરણમાં આવતાની સાથે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.
તિલકવાડાના રેંગણ ઘાટથી રામપુરા કિનારે શ્રદ્ધાળુઓને લઈને આવી રહેલી એક બોટમાં નદી વચ્ચે ક્ષતિ સર્જાઈ હતી બોટ પલ્ટી જતાં જેમાં ૫ થી ૬ પરિક્રમાવાસીઓ સવાર હતા ત્યારે શ્રધ્ધાળુઓનો જીવ તાળવે ચોંટયા હતા જોકે સ્થળ ઉપર તેનાત એસડીઆરેફ ની ટુકડી દ્વારા પ્રવાસીઓને રેસક્યું કરી કિનારે સુરક્ષિત લાવવામાં આવ્યા હતા જે બાદ ટીમની ઝડપભેર કરેલી કામગીરીની નોંધ લઇ શ્રદ્ધાળુઓએ બિરદાવી હતી.
જોકે પ્રથમ ચરણમાં માં નર્મદા ની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓને અસુવિધાઓ જોવા મળી હતી જેના અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એસ ડી આર એફ ની ટીમ ગોઠવી હતી ઉપરાંત છાયડો અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડી હતી
આજે પરિક્રમા દરમિયાન અકસ્માત સર્જાયો હતો ત્યારે sdrf ની ટીમ દ્વારા શ્રદ્ધાળુઓને હેમખેમ કરીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે તંત્ર દ્વારા કરેલી સુવિધાઓ કામ લાગી હતી તેમ કહી શકાય






