NANDODNARMADA

નર્મદામાં શાળાઓ શરૂ થતાં પહેલાં સ્કૂલ વાન, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ બસના ડ્રાઇવરોને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરાયા

નર્મદામાં શાળાઓ શરૂ થતાં પહેલાં સ્કૂલ વાન, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ બસના ડ્રાઇવરોને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરાયા

 

એ.આર.ટી.ઓ. કચેરી-નર્મદા તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બેઠક યોજાઈ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

આગામી 13 જૂનથી જિલ્લાની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે. જેને ધ્યાનમાં લઈને એ.આર.ટી.ઓ. કચેરી-નર્મદા તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાન, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ બસના ડ્રાઇવરો માટે બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સત્રથી ફાયર સેફ્ટી તેમજ રોડ સેફ્ટી અને બાળકોની સલામત પરિવહન બાબતે સૂચના આપવામાં આવી.

વાહન ચાલકો અને વાહન માલિકોએ અનઅધિકૃત CNG ગેસ કિટ ફિટ ન કરવી, સીટિંગ કેપેસીટી કરતા વધુ બાળકો બેસાડવા નહીં, CNG બોટલનું હાઇડ્રો ટેસ્ટિંગ ફરજિયાત કરાવવું તેમજ કોઈ અકસ્માત ન બને તે માટે સાવચેતી રાખવા બાબતે જરૂરી માર્ગદર્શન સાથે સમજ આપવામાં આવી હતી. આ તબક્કે આર.ટી.ઓ કચેરીના ઇન્સ્પેકટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ.મિશ્રા ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button