નાંદોદ તાલુકાના કલી મકવાણા ગામની સીમમાંથી ૧.૫ લાખની ડ્રીપ પાઇપના બંડલોની ચોરી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ઘણા દિવસોથી ચોરીના બનાવ બની રહ્યા છે જોકે ગણતરીના કલાકોમાં પોલીસે ચોરોને ઝડપી લીધા હતા પરંતુ ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય એમ નાંદોદ તાલુકાના કલીમકવાણા ગામની સીમમાંથી આવેલ ખાતા નંબર ૨૪૧ સર્વે નંબર ૨૦૦ વાળી ૧.૪૨ હેકટર વાળી ખુલ્લી જમીન માંથી ડ્રીપ પાઇપના બંડલો આશરે નંગ ૨૦૦ જેની અંદાજીત કી.રૂ.૧,૫૦,૦૦૦/ ની કોઇ અજાણ્યા ચોરો ચોરી કરી ગયા હતા ત્યારે પોલીસે આ બાબતે ફરિયાદ દાખલ કરી ચોરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]






