
નર્મદા જિલ્લાનું ૧૨ વિજ્ઞાન પ્રવાહનું નિરાશાજનક માત્ર ૩૬.૯૯ ટકા પરિણામ
A1 અને A2 ગ્રેડમાં જિલ્લાનો એક પણ વિદ્યાર્થી પાસ નહિ થતાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ સ્તર ઉંચા લાવવાના દાવાઓ પોકળ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતા ૧૧ ટકા જેટલું નીચું આવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. નર્મદા જિલ્લામાં A1 અને A2 ગ્રેડમેળવનારા જિલ્લામાં એક પણ વિદ્યાર્થી નહિ એટલે એમ ચોક્કસ કહી સકાય કે આ વર્ષે નર્મદા જિલ્લાનું 12 વિજ્ઞાન પ્રવાહનું કંગાળ પરિણામ છે માત્ર 36.99 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે .
નર્મદા જીલ્લા જેવા આદિવાસી પછાત વિસ્તાર મા શિક્ષણ ના સ્તર ને ઉંચા લાવવાના સરકારી પ્રયાસો આ પરીણામ જાહેર થતાં પોકળ સાબિત થઈ રહ્યા છે , એ ફળીભુત થયું છે.જે આ વિસ્તાર ના રાજકિય આગેવાનો સહિત શિક્ષણ વિદો માટે ચિંતા અને ચિંતન નો વિષય બન્યો છે
.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 ની પરીક્ષાઓ 15 ની માર્ચ થી શરૂ કરવામાં આવી હતી જે 3 જી એપ્રિલ સુધી ચાલી હતી અને આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે એક સિદ્ધિ સમાન કહી શકાય. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ખુબજ ટુંકા સમયમાં જાહેર કરવામાં આવ્યું છે.
સંમગ્ર રાજ્યનું પરિણામ 65.58 ટકા જાહેર કર્યું જેમાં નર્મદા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાનું પરિણામ 36.99 ટકા જાહેર કરવામાં આવ્યું જે અત્યાર સુધી સૌથી કંગાળ કહી સકાય, આ વર્ષે 930વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાં A1 અને A2 માં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી !!! જ્યારે B1 માં 05, B2 17, C 117, D 91, આમ જિલ્લાનું પરિણામ ખુબજ કંગાળ આવ્યું છે જેમને ખૂબ આશા હતી એવા વિધાર્થીઓ નુ પણ કંગાળ પરિણામ અને તેમના ઓછા ટકા આવ્યા આમ વિધાર્થીઓ સહિત તેમના વાલીઓ માં પણ ભારે ગમગીની છવાઇ હતી.






