
સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંકળાયેલ એજન્સીના અધિકારીઓ સાથે પોલીસ મહાનિર્દેશક વડોદરા વિભાગની બેઠક
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તથા ગુજરાત સરકારના સહયોગથી ચાલતા વાગડીયા ગામ ખાતેના (GMR) વારલક્ષ્મી ફાઉન્ડેશન સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરની મુલાકાત લઇ સ્થાનીક તાલીમી યુવાનાયુવતિઓ સાથે વાર્તાલાપ કરતા આર.વી. અસારી
રાજપીપલા : જુનેદ ખત્રી
આર.વી.અસારી, ઇચા પૌલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ વડોદરાની અધ્યક્ષતામાં તા.૨૯/૦૮/૨૦૨૩ના એસ.એસ.એનએલ. સર્કિટ હાઉસ કેવડીયા ખાતેના કોન્ફરન્સ હોલ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી સંલગ્ન તમામ એજન્સીના અધિકારીઓની મીટીંગ લેવામાં આવેલ જેમાં પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા તથા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર નર્મદાના પ્રતિનિધી તરીકે શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી રાજપીપલા તથા CEO, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઓથોરીટી કેવડીયાના પ્રતિનીધી દર્શક વી. વિઠલાણી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ મીટીંગમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસના સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો ઉપર ભીડ નિયંત્રણ અને પ્રવાસીઓની સુરક્ષા તથા પ્રવાસીઓના ખાનગી વાહનના પાર્કિંગ તથા વાહનોની સલામતી બાબતે વિસ્તારપૂર્વક ચર્ચા પરામર્શ અને તમામ એજન્સીઓના અભિપ્રાયો સુચનોની વિસ્તારપુર્વક ચર્ચા કરવામાં આવી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસના સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો ઉપર વી.વી.આઇ.પી વી.આઇ.પી વિઝીટ દરમ્યાન વી. વી.આઇ પી.વી.આઇ.પી.ની સુરક્ષા અને સલામતી તથા પ્રવાસીઓની ભીડ નિયંત્રણ બાબતે તમામ એજન્સીઓના અભિપ્રાયો / સૂચનોની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી
સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસના સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો ઉપર વી.વી.આઇ.પી.વી.આઇ.પી. વિઝીટ દરમ્યાન તમામ એજન્સીઓ વચ્ચે ગ્રાઉન્ડ લેવલ સુધીનું સંકલન અને ત્વરિત સંદેશાની આપ-લે બાબતે વિસ્તારપૂર્વક ચર્ચા પરામર્શે અને તમામ એજન્સીઓના અભિપ્રાયો / સુચનોની વિસ્તારપુર્વક ચર્ચા કરવામાં આવી. ત્યાર બાદ આર.વી. અસારી, ઇચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક, નર્મદા તથા એન્ડસ મેકવાન સેનાપતિ, રા.અ.પો.દળ જય-૧૮ કેવડીયા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તથા ગુજરાત સરકારના સહયોગથી ચાલતા વાગડીયા ગામ ખાતેના (GMP) વારલક્ષ્મી ફાઉન્ડેશન સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરની મુલાકાત લઇ ફાઉન્ડેશનમાં ચાલતા વિવિધ સ્કીલ ડેવલોપમેન્ટ ક્લાસરૂમની મુલાકાત લીધેલ અને ફાઉન્ડેશનમાં તાલીમ લઇ રહેલ સ્થાનીક તાલીમી યુવાનાયુવતિઓ સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહીત કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ માહીતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.






