
ધાનપોર ગામે નેનો યુરિયા નેનો ડી એ પી ખાતર અંગે લાઈવ ડેમો અને ખેડૂત સભા યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે હાલમાં ખેતી નિયામકની કચેરી નર્મદા જિલ્લા દ્વારા તમામ તાલુકાઓમાં ખેડૂતો માટે નેનો યુરિયા તેમજ નેનો ડી એ પી ખાતર અંગે લાઈવ ડેમો તેમજ ખેડૂત સભાનું આયોજન કરાઇ રહ્યું છે
તારીખ 24/08/2023 ના રોજ ધાનપોર ગામે ખેતરમા ડેમો તથા મીટીંગનું આયોજન કરાયું હતું તાલુકા દીઠ એક ગામે ખાતરની જરૂરીયાત સામે નેનો યુરીયા નેનો ડી.એ.પી નું નિદર્શન ગોઠવવામાં આવ્યું અને ધાન્ય પાકો માટે મીલેટ વર્ષ, પ્રાકૃતિક ખેતીના ફાયદા માટે અઠવાડિક ખેડૂત જાગૃતિ અભિયાન અંતર્ગત મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૦ થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો જી.એન.એફ.સી અધિકારી , ખેતીવાડી ગ્રામ સેવક તથા વિસ્તરણ અધિકારી, આત્મા , બાગાયત નિયામકની વગેરે શાખા ના અધિકારી હાજરીઓએ હાજરી આપી હતી.






