NANDODNARMADA

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોટો લાભ લેતા લાભાર્થી વિરુધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોટો લાભ લેતા લાભાર્થી વિરુધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ

લાભાર્થી પાસે પરિવારની સંયુક્ત માલિકીનું મકાન હોવા છતાં ખોટું સોગંદનામુ કરી આવાસ યોજનાનો લાભ લીધો હોવાની ફરિયાદ

રાજપીપળા: જુનેદ ખત્રી

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા લોકો ખોટું સોગંદનામુ કરી લાભ લેતા હોવાની વાતો વહેતી થઈ હતી ત્યારે રાજપીપળામાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાલિકાના મુખ્ય અધિકારીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખોટો લાભ લીધો હોય તેવા લાભાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે

પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી જગદીશભાઈ જેસંગભાઈ વસાવા રહે. ટેકરા ફળિયા રાજપીપળા, પાસે રાજપીપળા નગરપાલિકા સિટી સર્વે નંબર ૧૭૩ માં પોતે તથા પરિવારની સંયુક્ત માલિકી નું પાકું મકાન આવેલ હોવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નાણાકીય આર્થિક લાભ લેવા માટે રૂ. ૨૦/- ના એફિડેવિટ ઉપર ખોટું સોગંદનામુ કરી આવાસ મંજુર કરાવી આવાસના પ્રથમ હપ્તાના એડવાન્સ નાણા રૂ.૩૦,૦૦૦/- નો આર્થિક લાભ મેળવી બાકીના આવાસના હપ્તાઓની રકમ મેળવવા માટે સાહેદ રસીકભાઈ મંગાભાઈ વસાવાની કબ્જા માલિકીની પ્લોટ સીટ નંબર-૩ સર્વે નંબર ૧૭૪ વાળી જમીનમાં બાંધકામ કરવાની કોશીષ કરતા પાછળથી એડવાન્સ નાણા રૂ.૩૦,૦૦૦/- વસુલી છેતરપીંડી કરતા રાજપીપળા પાલિકાના ચીફ ઓફિસર રાહુલદેવ ઢોડિયાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

બોક્ષ
રાજપીપળા સહેરમાં સરકારી યોજનાઓમાં ખોટા લાભો મેળવતા લાભાર્થીઓ બાબતે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો હજી ઘણા નામો બહાર આવે તેવી લોક ચર્ચા વહેતી થઈ છે

[wptube id="1252022"]
Back to top button