
નાંદોદ તાલુકાના વડીયા પ્રાથમિક શાળામાં ઇ વી એમ થકી બાલ સંસદની ચૂંટણી યોજાઇ
રાજપીપળા : જુનેદ ખત્રી
વિધાર્થીઓમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં રુચિ કેળવાય, લોકશાહીના મૂલ્યોનું જતન થાય અને ચૂંટણી પ્રક્રિયા અને તેમાં મતદાનનું મહત્ત્વ સમજે તેવા હેતુથી વડીયા પ્રાથમિક શાળામાં આજ રોજ ‘બાલ સંસદ’ ની ચૂંટણી યોજાઇ ગઈ.
બાલ સંસદની ચૂંટણી માટે અલ્પાબેન સોલંકીએ વિધાર્થીઓને સમગ્ર કાર્યક્ર્મની સમજૂતી આપી હતી અને વિધાર્થીઓએજ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિતના સ્ટાફની ફરજ બજાવી હતી. વાસ્તવિક ચૂંટણીનો અનુભવ મળી શકે અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો પરિચય મળે તે હેતુથી ચુંટણીમાં મોબાઇલમા ફોન એપ્લિકેશનમાં વોટિંગ મશીન એપ ડાઉનલોડ કરી બધા વિધાર્થીઓએ બેલેટ મળ્યા પછી પસંદગીના ઉમેદવારની સામેની સ્વિચ દબાવી પોતાનો અમુલ્ય મત આપેલ હતો.
ચૂંટણીનાં અંતે વિજેતા થયેલા ઉમેદવારોને આચાર્ય વનરાજસિંહ રાજપૂત, કૃણાલસિંહ ગોહિલ સહિત સમગ્ર સ્ટાફે અભિનંદન આપેલ અને શાળાના ઉત્કર્ષમાં વિધાર્થીઓનો પણ તેટલો જ ફાળો રહેલો છે તેમ જણાવેલ.






