
“આમ આદમી પાર્ટી UCC નું સમર્થન કરશે તો સમાજ માટે પક્ષ છોડવા તૈયાર” : ચૈતર વસાવા ડેડીયાપાડા આપ ધારાસભ્ય
૨૦૨૪ ની ચૂંટણીને ધ્યાને રાખી મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા સરકાર UCC નો મુદ્દો લાવી, પણ હવે ભાજપ સરકાર ભેરવાઈ ગઈ છે : ચૈતર વસાવા
રાજપીપળા : જુનેદ ખત્રી
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સૂચિત યુનિફોર્મ સિવિલ કોડ કાયદા UCC નો અન્ય સમજો સાથે આદિવાસી સમાજ દ્વારા પણ વિરોધ કરાઈ રહ્યો છે આજે રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાત ભરના આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારોની એક મિટિંગનુ આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના વિવિધ આદિવાસી જિલ્લાઓના આપ પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં બેઠકનું આયોજન કરાયું હતું જેમાં યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી આદિવાસીઓને થતાં નુકશાન અંગે ચર્ચાઓ થઈ હતી ઉપરાંત તમામ હોદ્દેદારો આગેવાનોએ આ UCC ના સૂચિત કાયદા સંદર્ભે વિરોધ દર્શાવ્યો હતો
જોકે આમ આદમી પાર્ટીના પ્રભારી સંદીપ પાઠક દ્વારા UCC કાયદાને સૈધ્ધાંતિક સમર્થન આપવાની વાતે હાલ ભારે ચર્ચા જગાવી છે જેથી આમ આદમી પાર્ટીની અગામી સમયમાં રણનીતિ શું હશે ?? પાર્ટી UCC નુ સમર્થન કરશે કે કેમ ? જો સમર્થન કરે તો આદિવાસી નેતાઓનું શું સ્ટેન્ડ રહેશે જેવાં સવાલો ટોક ઓફ ધી ટાઉન બન્યા છે
જોકે સમગ્ર મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સમાન નાગરિક સહિતા (UCC) કાયદાનો ડ્રાફ્ટ તૈયાર થયા બાદ આમ આદમી પાર્ટી તેનું સમર્થન કરશો ત્યારે આદિવાસી સમાજ માટે જરૂર પડ્યે પાર્ટી છોડવાની પણ તૈયારી તેઓએ દર્શાવી છે ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સમાન નાગરિકતા કાયદો ૨૦૨૪ ની ચૂંટણીને ધ્યાને રાખી મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા અમલી બનાવવાની વાત કરી છે પરંતુ ભાજપ ભેરવાઈ ગઈ છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું ઉપરાંત આદિવાસી વિસ્તારમાં મોટાપાયે આ બાબતે લોકોને જાગૃત કરી ને UCC કાયદાનો વિરોધ કરવા તત્પરતા દર્શાવી હતી
• આપ નાંદોદ વિધાનસભા ઉમેદવાર ડો. પ્રફુલ વસાવાનું રાજીનામું ….
નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના નાંદોદ વિધાનસભા ઉમેદવાર અને ગુજરાતના યુવા આદિવાસી નેતા ડો. પ્રફુલભાઈ વસાવાએ આમ આદમી પાર્ટીમાં માંથી રાજીનામું આપ્યુ રાજીનામું આપતા આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે જોકે સમગ્ર મામલે આ કાયદાનો ડ્રાફ્ટ આવ્યા બાદ નિર્ણય લેવો જોઈતો હતો તેમ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું