
રાજપીપળામાં “આરોગ્ય માટે સાયકલ” થીમ આધારિત રેલી
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શરીરને સ્વસ્થ બનાવવા સાયકલ રેલી કાઢી હકારાત્મક સંદેશ આપ્યો
રાજપીપળા : જુનેદ ખત્રી
૦૩ જુન વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવાય છે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાયકલ રેલી નું આયોજન કરાયું હતું ખાસ કરીને સમાજમાં બિનચેપી રોગો /જીવનશૈલી આધારિત રોગો દેશ માં ૬૩% થી વધુ મૃત્યુ માટે જવાબદાર છે, જેના લીધે સામાજિક આર્થિક અસરો જે તે પરિવાર પર થતી હોય છે. નેશનલ એનસીડી (NNMS) (2017-18) દરમ્યાન ૪૧.૦૩ % ભારતીયો માં શારીરિક પ્રવુતિનો અભાવ જોવા મળેલ છે. શારીરિક પ્રવૃત્તિથી થતા સ્વાસ્થ્ય લાભોમાં બિનચેપી રોગો/જીવનશૈલી આધારિત રોગોના જોખમમાં ઘટાડો થાય છે તેમજ માનસિકતા પર હકારાત્મક અસર સાથે માનસિક ઉન્માદની પરિસ્થિતિમાં પણ ઘટાડો કરે છે તેથી આરોગ્ય સુખાકારી ને પ્રોત્સાહન ના ભાગરૂપે સમાજ માં ઇકોફ્રેન્ડલી વાહનવ્યવહાર શારીરિક અને માનસિક સુખાકારી ને પ્રોત્સાહન આપવાના હેતુ થી નર્મદા જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું ના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક કુમાર માઢક ની ઉપસ્થિતિ માં “આરોગ્ય માટે – સાયકલ” થીમ આધારિત સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નાના બાળકો,જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ના કર્મચારી, તેમજ રાજપીપલા શહેર ના સાયકલિસ્ટો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.






