NANDODNARMADA

રાજપીપળામાં રથયાત્રા પૂર્વે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી

રાજપીપળામાં રથયાત્રા પૂર્વે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી

રાજપીપળામાં યોજાનાર રથયાત્રાના રૂટ સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા કરાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

અષાઢી બીજના તહેવારે રાજપીપળા ખાતે રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે જે અનુસંધાને રાજપીપળા પોલીસ મથકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં રાજપીપળા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરાયું હતું

શાંતિ સમિતિની બેઠકમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ , જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ , પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક સહિત શાંતિસમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

રથયાત્રા સંદર્ભે આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ અધિક્ષક દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને ભગવાન જગન્નાથજી ની રથ યાત્રા શાંતિ પૂર્ણ રીતે ઉજવાય તેવી શુભેચ્છા પાઠવી હતી

શાંતિ સમિતિની બેઠક બાદ પોલીસ અધિક્ષક પ્રશાંત સૂંબે એ કાફલા સાથે સ્ટેશન રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ મંદિર ખાતે પોહચી રથનું નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત રથયાત્રાના આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી

[wptube id="1252022"]
Back to top button