
સાગબારા RTO કચેરી પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂ સહિત ૧૮.૬૩ લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં વિદેશી દારૂનો વેપલો ખાનગી રાહે મોટાપાયે ચાલતો હોય એમ જણાઈ છે જોકે પોલીસ બાતમી મળતાં અમુક જથ્થો ઝડપી ગુના દાખલ કરે છે છતાં આ વેપલો બંધ થતો નથી ત્યારે હાલ સાગબારા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે
સાગબારા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડેલા દારૂમાં નનકુભાઇ હમીરભાઇ બસીયા નાઓએ પોતાના કબ્જાના ટાટા ટેમ્પા નંબર GJ-35-T- 3329 માં વાપી પાસે આવેલ બોમ્બે હોટલ પાસેથી ઇંગ્લીસ દારૂના અલગ-અલગ બ્રાન્ડના કુલ બોક્ષ નંગ-૨૧૫ માં કાચની બોટલ નંગ-૩૬૦ કિંમત રૂ.૧૨,૫૪, ૦૦૦/-નો પ્રોહી. જથ્થો તથા ટાટા ટેમ્પો કિ.રૂ.૬,૦૦, ૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૪,૦૦૦/- તથા અંગ ઝડતીના રોકડા રૂપીયા ૫,૦૦૦/- મળી તમામ મુદ્દામાલની કુલ કિં.રૂ.૧૮, ૬૩,૦૦૦/-નો મુદામાલ ટાટા ટેમ્પામાં ભરી વેસ્ટ કાપડના ટુકડાઓ ભરેલ પ્લાસ્ટીકની બેગોની આડમાં ટેમ્પાની પાછળ આવેલ બોડીમાં ચોર ખાનામા સંતાડી લાવી સાગબારા આર.ટી.ઓ કચેરીથી આગળ કુંભીકોતરના નાળા પાસે પકડાઇ જઇ પકડાયેલ નનકુભાઇ હમીરભાઇ બીયા નાઓને વાપી ખાતે રહેતા ધર્મેદ્ર બિહારી જેનું પુરૂ નામ જણાઇ આવેલ નથી તેણે આ મુદ્દામાલ વાપીથી ભરાવી જુનાગઢ બાય પાસ રોડ ખાતે આવેલ પેટ્રોલ પંપ ખાતે મોકલવા ભરાવડાવતા નનકુભાઇ હમીરભાઇ બસીયા નાઓ પકડાઇ ગયો હતો જ્યારે ધર્મેદ્ર બિહારી રહે.વાપી નાઓ મળી નહી આવતા તેને વોન્ટેડ જાહેર કરી બંને વિરૂદ્ધ ગુના દાખલ કર્યા છે.







