
બોર્ડની પરીક્ષા આપનાર નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને જિલ્લા પોલીસતંત્ર તરફથી “ઓલ ધ બેસ્ટ”
પોલીસના જવાનોએ ગુલાબનું ફૂલ આપી બાળકોને નિર્ભિકપણે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા
બોર્ડના વિદ્યાર્થીઓ ખુલ્લા મને પરીક્ષા આપી શકે તે હેતુથી બાળકોનો ઉત્સાહ વધારતું જિલ્લા પોલીસતંત્ર
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં આજથી પ્રારંભયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓને અનુલક્ષીને પોલીસ અને પ્રજા વચ્ચે સંબંધોનો સેતુ કેળવવા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ સાથે સાકરથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાખે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડની પરીક્ષા આપવા ચાલતા જઇ રહેલા કેટલાય બાળકોને પોલીસના જવાનોએ પોલીસ વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની સરાહનીય કામગીરી કરી હતી






