નાંદોદ તાલુકાના નાના લીમટવાડા ગામે ખેતરમાં કોઈ ઝેરી જીવજંતુ કરડી જતાં સારવાર દરમિયાન મહિલાનું મોત
જુનેદ ખત્રી : રાજપીપલા
પ્રાપ્ત વિગતો અનુસાર મરણ જનાર કૈલાષબેન ચંપકભાઈ ભયલાભાઈ વસાવા ઉ.વ.૬૦ રહે વણઝર તા.નાંદોદ જી. નર્મદાનાઓ તા.૨૫/૦૫/૨૦૨૪ ના રોજ સાંજના સુમારે નાનાંલીમટવાડા ગામની સીમમાં આવેલ ખેતરે હતા તે વખતે કોઈ સાપ જેવુ ઝેરી જીવજંતુ પગમાં કરડી જતા તેઓને રાજપીપલા સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે લઈ જવાયા હતા પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]