GARUDESHWARNANDODNARMADA

વિશ્વ મહિલા દિવસની એકતાનગર ખાતે અનોખી ઉજવણી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ચાર સ્થળોને ગુલાબી રંગમાં રંગાયા

વિશ્વ મહિલા દિવસની એકતાનગર ખાતે અનોખી ઉજવણી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ચાર સ્થળોને ગુલાબી રંગમાં રંગાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એચસીજી કેન્સર સેન્ટર, વડોદરાના સંયુકત ઉપક્રમે મહિલાઓની અદમ્ય ભાવના અને સ્ટીલેટોસમાં ચાલતા પુરુષોના સામાજિક પ્રયોગને માન આપવા કરવામાં આવ્યુ આયોજન.

રાજપીપળા: જુનેદ ખત્રી

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એચસીજી કેન્સર સેન્ટર, વડોદરાના સંયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે “સમાનતાને સ્વીકારવાની પ્રતિજ્ઞા” નામની એક પ્રકારના કેમ્પેઇન સાથે ઉજવવામાં આવ્યો, જેમાં સમાજમાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને ઓળખવા માટેની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ કેમ્પેઇનના ભાગ રૂપે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને અન્ય 4 સ્થળોએ મહિલાઓની અદમ્ય ભાવનાને માન આપવા ગુલાબી રંગમાં પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં નર્મદા ડેમ, સર્કિટ હાઉસ અને શ્રેષ્ઠ ભારત ભવન બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસ ખાતે યોજાયો હતો અને તેમાં ૩૦૦૦ થી વધુ પ્રેક્ષકોએ હાજરી આપી હતી. સાંજે ૭-૪૫ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપીંગ શો (લેસર શો) બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના માનમાં પ્રતિમાને ગુલાબી રંગમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

મહાનુભાવો અને ઉપસ્થિત જનમેદની દ્વારા ૧૦૦૦ ગુલાબી ફુગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા હતા. વધુમાં, પુરૂષો દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને મહિલાઓએ ગર્ભાશયના મુખના કેન્સરની રસી લઈને, મહિનામાં એકવાર સ્વયં સ્તનની તપાસ કરીને અને વર્ષમાં ઓછામાં ઓછા એક વખત કેન્સર સ્ક્રીનીંગ કરીને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડનું વિતરણ સાથે ટી-શર્ટ, રિસ્ટ બેન્ડ અને ગુલાલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રવૃત્તિઓ ઉપરાંત, HCG એચસીજીકેન્સર સેન્ટર, વડોદરાએ પણ ઝુંબેશના ભાગરૂપે એક સામાજિક પ્રયોગ શરૂ કર્યો. આ પ્રયોગમાં પુરૂષો સ્ટિલેટોઝમાં ચાલતા હતા અને તેમના અનુભવો શેર કરતા હતા કે તે ખરેખર સ્ત્રીના શૂઝમાં ચાલીને કેવું લાગે છે. તેનો ઉદ્દેશ્ય એક શક્તિશાળી પાવરફુલ મેસેજ આપવાનો હતો, જે મહિલાઓના રોજિંદા સંઘર્ષના પ્રતીક તરીકે સેવા આપે છે. પુરૂષોને સ્ટિલેટોસમાં ચાલવા માટે પડકાર આપીને, એચસીજીએ મહિલાઓને સહન કરતી ફિઝિકલ અને ઈમોશનલ પેઈન માટે વધુ સમજણ અને પ્રશંસાને પ્રોત્સાહિત કરવાની આશા રાખી હતી.

ઉદિત અગ્રવાલ- સીઈઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જણાવ્યું હતું કે, “અમે આ પહેલ માટે સંસ્થા જોડેજોડાઈને ખુશ છીએ.આ ઇવેન્ટ એ મહિલાઓની સ્થિતિસ્થાપકતા અને શક્તિ અને જાતીય સમાનતા માટેની લડતમાં થયેલ પ્રગતિની યાદ અપાવે છે. મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવા અને વધુ ન્યાયી ભવિષ્ય માટે તેમના સમર્થનની પ્રતિજ્ઞા કરવા માટે ઘણા બધા લોકો એકઠા થયા છે તે જોઈને આનંદ થયો.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ મહિલાઓના સન્માનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુલાબી રંગમાં પ્રકાશિત કરવા જઇ રહ્યા છે તેની સાથે સરદાર સરોવર નર્મદા ડેમ, શ્રેષ્ઠ ભારત ભવન, સર્કિટ હાઉસ પણ આજે ગુલાબી રંગથી પ્રકાશિત થયુ છે જે અમે મહીલાઓને સમર્પિત કર્યુ છે.

આ પ્રસંગે બોલતા ડો. રાજીવ ભટ્ટ, મેડિકલ ડાયરેક્ટર, એચસીજી કેન્સર સેન્ટર વડોદરાએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ અમારા માટે મહિલાઓની અજેય ભાવનાને સલામ કરવાનો અને તેમની પાસેથી પ્રેરણા મેળવવાનો એક ઉત્તમ અવસર હતો. એચસીજી ખાતે, અમે હંમેશા મહિલા સશક્તિકરણ અને સમાનતાને સમર્થન આપ્યું છે, અને અમે અમારી માન્યતાઓને પુનઃપુષ્ટ કરવા માટે આ તક ઝડપી લીધી છે.”

કાર્યક્રમમાં ઉદિત અગ્રવાલ- સીઈઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી,નાંદોદ મતવિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, અધિક કલેકટર હિમાંશુ પરીખ, ધવલ જાની, ડો. રાજીવ ભટ્ – મેડિકલ ડિરેક્ટર, એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા અને વરુણ મિશ્રા, ચીફ ઓપરેટિંગ ઓફિસર, એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા, નાયબ કલેકટર દર્શક વિઠ્ઠ્લાણી, ઉમેશ શુક્લ શિવમ બારીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button