મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીને થયો કડવો અનુભવ, બસ ડ્રાઈવરે છેડતી કરી ધક્કો માર્યો હોવાની ફરિયાદ
મહિલાએ બસ સામે આવી અમને બેસાડવાજ પડશે કહી ડ્રાઈવર સાથે મારામારી કરી હોવાની બસ ડ્રાઈવરે સામી ફરિયાદ નોંધાવી

મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીને થયો કડવો અનુભવ, બસ ડ્રાઈવરે છેડતી કરી ધક્કો માર્યો હોવાની ફરિયાદ
મહિલાએ બસ સામે આવી અમને બેસાડવાજ પડશે કહી ડ્રાઈવર સાથે મારામારી કરી હોવાની બસ ડ્રાઈવરે સામી ફરિયાદ નોંધાવી
રાજપીપલા : જુનેદ ખત્રી
હાલ વેકેશનના સમય છે ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશભરમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે મુંબઈથી આવેલા પ્રવાસી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી બસના ડ્રાઇવર વચ્ચે ઘર્ષણ છેડતીની ઘટના સામે આવી છે જે બાદ પોલીસે સ્થળ ઉપર પહોંચીને મામલો થાડે પાડ્યો હતો તેમજ સામસામી ફરિયાદ નોંધાઇ છે
પ્રવાસી મહિલા કોમલ બેન ભાવેશ ભાઈ મડિયારે આપેલ ફરિયાદ મુજબ તેના ઘરના સભ્યો સાથે સ્ટેચ્યુ ઓફ યુનીટી ફરવા માટે આવેલ અને જંગલ સફારી ખાતે ફરવા માટે જતા હતા વખતે ફરીયાદીના છોકરાની તેમજ તેમના મમ્મીની તબીયત સારી ન હોવાથી બસમા બેસી ફુટકોટ તરફ જવા માટે જંગલ સફારીના આગળ બસ ઉભી હતી તેના ડ્રાઇવરને ફરીયાદીએ જણાવેલ કે અમોને બસમાં અંદર બેસવા દો પરંતુ બસના ડ્રાઇવરે બસમા ન બેસાડી નીચે ઉતરી સાહેદ બેનને છાતીના ભાગે હાથ નાખી ધક્કો મારી દીધેલ અને ફરિયાદીની છોકરીને તમાચો મારી દીધેલ અને ત્યાર બાદ ફરીયાદીના માથાના વાળ પકડી મારામારી કરી ગાળાગાળી કરી ધમકી આપી હોવાની ફરિયાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પો.સ્ટેશનમાં નોંધાવી છે
બસ ડ્રાઈવર અનિલકુમાર અશ્વિનભાઇ તડવી ઉ.વ.૨૯ ધંધો ડ્રાઈવિંગ એ આપેલ ફરિયાદ મુજબ તેઓ પોતાની સ્ટેચ્યુ ઓફ યુનીટીની GJ-22-U-3610 બસ લઈ સ્ટેચ્યુ ઓફ યુનીટીથી પ્રવાસીઓને બેસાડી જંગલ સફારી ખાતે ઉતારતો હતો તે વખતે કામના આરોપી ૧) કોમલબેન ભાવેશભાઇ મડીયાર (૨) આરતીબેન ભાવેશભાઇ મડીયાર બસના આડા આવી જણાવેલ કે તમારે અમોને બસમાં બેસાડવા જ પડશે બાકી તમારી બસ આગળ ચાલવા નહી દઇએ તેમ જનાવી માં બેન સમાણી ગાળો બોલવા લાગેલ જેથી ફરીયાદી બસ માંથી નીચે ઉતરી તેઓને સમજાવવા ગયેલ તે વખતે બંને આરોપીઓએ ફરીયાદી બસ ડ્રાઈવર સાથે ઝપાઝપી કરી ફરીયાદીનો શર્ટનો કોલર પકડી મોઢા પર માર મારી તેમજ આરોપી રેખાબેન દિલીપભાઇ કિંગ નાઓએ મા બેન સમાણી ગાળો આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ત્યારે બંને ની ફરિયાદ દાખલ કરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે