નર્મદા જિલ્લાના કેવડીયા-એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે ત્રિ-દિવસીય ૧૦ મી ચિંતન શિબિર તા.૧૯થી૨૧ મે,૨૦૨૩ દરમિયાન યોજાશે.

વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી
નર્મદા જિલ્લાના કેવડીયા-એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે ત્રિ-દિવસીય ૧૦ મી ચિંતન શિબિર તા.૧૯થી૨૧ મે,૨૦૨૩ દરમિયાન યોજાશે
————
મુખ્યમંત્રીશ્રી સહિત રાજ્યના મંત્રી મંડળની સમગ્ર ટીમ અને મુખ્ય સચિવશ્રી સહિત રાજ્યના વિવિધ વિભાગોના સેક્રિટરીશ્રીઓ, કલેક્ટરશ્રીઓ, ડીડીઓશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ત્રણ દિવસ સમૂહ ચિંતન કરશે અને વિવિધ વિષયો પર ગૃપ ડિસ્કશન કરી પ્રજા કલ્યાણના નિષ્કર્ષના તારણો પર મનોમંથન કરશે

જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધી, SOU ના CEO શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ સહિત લાયઝન અને વિવિધ સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું
———–
સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલશ્રી વિજયભાઈ ખરાડીની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓએ કરવાની કામગીરીની સમીક્ષા કરી ટેન્ટસીટી-૨ ખાતે સ્થળ નિરિક્ષણ કરી રહેવા-જમવાની વ્યવસ્થાનો તાગ મેળવ્યો

સરદાર સાહેબના સાનિધ્યમાં ગુજરાતના વિકાસ અને લોક કલ્યાણ અંગે સમૂહ ચિંતન કરવામાં આવશે : અંદાજે ૨૩0 જેટલા IAS ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે
———-
રાજપીપલા, મંગળવાર :- રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે રાજ્યના વિકાસને વધુ વેગવાન અને પ્રજા કલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા માન. મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તથા મુખ્ય સચિવશ્રી સહિત વિવિધ વિભાગોના આઈ.એ.એસ. અધિકારીશ્રીઓ દ્વારા ત્રિ-દિવસીય સમૂહ ચિંતન કરવામાં આવે છે. ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતને બનાવવાની કવાયત આ ચિંતન શિબિરમાં કરવામાં આવે છે.
આ વર્ષે નર્મદા જિલ્લાના કેવડિયા-એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાજ્યની ૧૦ મી ચિંતન શિબિર આગામી તારીખ ૧૯-૨૦-૨૧/૦૫/૨૦૨3 ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. આ ત્રિ-દિવસીય શિબિરનો પ્રારંભ પ્રથમ દિવસે બપોર બાદ કરવામાં આવશે. અને બીજા દિવસે સવારે યોગ થકી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવશે. દિવસ દરમિયાન વિવિધ પાંચ ગૃપો દ્વારા શિક્ષણ, જાહેર સેવા, આરોગ્ય, શહેરી વિકાસ અને પંચાયત વિભાગના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ચર્ચાના અંતે જન કલ્યાણ અને વિવિધ યોજનાઓને વધુ અસરકારક બનાવવા માટે જે તે ગૃપ પોતાના તારણો પ્રસ્તુત કરશે.

રાજ્યના સિનિયર-જુનિયર ઉચ્ચ અધિકારીશ્રીઓ, જીએસઆરટીસીની ૮ (આઠ) વોલ્વો બસો મારફત રાજ્યના વિવિધ જિલ્લાના સ્થળોએથી મુસાફરી કરી કુલ ૨૩૦ જેટલા આઈ.એ.એસ. અધિકારીશ્રીઓ આ શિબિરમાં ભાગ લેવા આવી પહોંચશે. અલગ-અલગ ૪૪ જેટલા અધિકારીશ્રીઓ રાઉન્ડ ટેબલ પર ગૃપ ડિશકશન કરશે. અને રાત્રી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, નર્મદા આરતી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, રિવર રાફ્ટિંગ તેમજ વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેશે. એક દિવસમાં ૭ જેટલી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. અને પ્રોજેક્ટર પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગેસ્ટ લેક્ચર દ્વારા જે તે વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. આ શિબિરના આયોજન પૂર્વે જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધી, SOUના CEOશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, ડીડીઓશ્રી અંકિત પન્નુ અને લાયઝન તેમજ વિવિધ સમિતિના અધિકારીશ્રીઓ દ્વારા ટેન્ટસીટી-૨ ખાતે ઉપસ્થિત રહી સમૂહમાં સ્થળ વિઝિટ કરી આયોજન અને અમલવારીનું નિરિક્ષણ કર્યુ હતું.

આજે તા.૧૬/૦૫/૨૦૨૩ના રોજ કેવડીયા વી.વી.આઈ.પી. સરકીટ હાઉસ ખાતે સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનલરશ્રી વિજયભાઈ ખરાડીની અધ્યક્ષતામાં ચિંતન શિબિરના આયોજન અંગે બનાવેલી વિવિધ સમિતિઓને સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાનની પ્રવૃતિઓની રૂપરેખા આપી હતી. આ બેઠકમાં રહેવા-જમવા, પાર્કિંગ, લાઈટ, ચા-પાણી-નાસ્તો અને લાયઝનીંગ વગેરે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રાયોજના વહિવટદારશ્રી હનુલ ચૌધરી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવશ્રી આર.ડી.ભટ્ટ, એડિશનલ કલેક્ટરશ્રી ગોપાલ બાંભણીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, SoUADTGAના નાયબ કલેક્ટરશ્રી દર્શક વિઠલાણી, પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી અને શ્રી આનંદ ઉકાણી, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર સહિત વિવિધ સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






