
ખત્રી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં સુપરમેન ટીમનો ભવ્ય વિજય
અંકલેશ્વરના આલુંજ ગામ ખાતે ખત્રી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાયું
સમાજના યુવાનો દ્વારા ખેલ ભાવના જગાડવા નવતર પહેલ ને આમંત્રિત મહેમાનો અને મહાનુભાવોએ આવકાર્યો
રાજપીપળા: જુનેદ ખત્રી
ગુજરાતના મુસ્લિમ ખત્રી બાવિસી જમાત દ્વારા અંકલેશ્વર પાસે આવેલ આલુંજ ગામ ખાતે બે દિવસીય ખત્રી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં સમાજ ના યુવાનોએ જુદી જુદી પાંચ ટીમો બનાવી બે દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરાયું જેમાં (૧) એસકે રાઇડર્સ (૨) ગુજ્જુ ટાઇગર (૩) ખત્રી ટાઇગર (૪) સુપરમેન (૫) બીડીએલ લાયન્સ ટીમોએ ભાગ લીધો હતો જેમાં એસ કે રાઇડર્સ અને સુપરમેન વચ્ચે ફાઇનલ મુકાબલો જોવા મળ્યો હતો
સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ ના અતિથિ વિશેષ તરીકે બોડેલીના તબીબ ડો. ઉસ્માન ગની (એમડી), નિવૃત્ત આરએફઓ ફિરોઝભાઈ ખત્રી, નિવૃત્ત કસ્ટમ અધિકારી ગુલામ રસૂલ ખત્રી, તેમજ એડવોકેટ મોહમ્મદ સાજીદ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા
સુપરમેન અને એસ.કે.રાઇડર્સ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ જેમાં સુપરમેન તરફથી પ્રથમ બેટિંગ કરી 08 ઓવરમાં 02 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા તેમની સામે એસકે રાઇડર્સ 08 ઓવરમાં 08 વિકેટ ગુમાવી 94 રન બનાવ્યા હતા ત્યારે ખત્રી પ્રીમિયર લીગ ની પ્રથમ ટુર્નામેન્ટ માં સુપરમેન ટીમ વિજેતા રહી હતી વિજેતા ટીમને 11,000 રૂપિયા રોકડ ઈનામ સાથે ટ્રોફી તેમજ રનર અપ ટીમ એસકે રાઇડર્સ ને 5100 રૂપિયા રોકડ ઈનામ સાથે ટ્રોફી એનાયત કરાઇ હતી ઉપરાંત મેન ઓફ ધ મેચ ફારુક ખત્રી (ડભોઇ) બેસ્ટ બેસ્ટમેન ઓફ ટુર્નામેન્ટ અશફાક ખત્રી (આમોદ) , બેસ્ટ બોલર સરફરાઝ ખત્રી (ભરૂચ) તેમજ મેન ઓફ ધ સિરીઝ ઈશરાર ખત્રી (બોડેલી) ને ટ્રોફી આપવામાં આવી હતી
ટુર્નામેન્ટમાં આવેલ મહેમાનોએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો ઉપરાંત જણાવ્યું હતું કે દેશની સેવામાં ખત્રી સમાજે સારા ડોકટરો, એન્જિનિયર, સરકારી અધિકારીઓ આપ્યા છે ખેલ ભાવના થી આવનાર સમયમાં દેશ માટે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ સમાજ આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી ઉપરાંત ખત્રી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરનાર યુવાનો ઇબ્રાહિમ ભાઈ ખત્રી (એડવોકેટ) , સોયબ ભાઈ ખત્રી , યાસીન ભાઈ ખત્રી , ઇસરાર ખત્રી સહિત કમિટી સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા આગામી સમયમાં સમાજ દ્વારા કોઈ પણ કાર્યક્રમ નું આયોજન કરાય ત્યારે સંપૂર્ણ સહકાર આપવા તત્પરતા વ્યક્ત કરી હતી






