NANDODNARMADA

પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે બેઠક મળી

પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે બેઠક મળી

તિલકવાડાની શ્રી કે.એમ.શાહ શાળા સંકુલ ખાતે પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી થશે

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં આગામી તા.૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી તિલકવાડા તાલુકા મથકે કરાશે. આ દિવસે શ્રી કે.એમ.શાહ શાળા સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના હસ્તે ધ્વજવંદન થશે, જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુનોની પરેડ યોજાશે.

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની થનારી ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે આજે રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઉજવણીના સુચારા આયોજન માટે સંબંધિત અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવાની સાથે આ કાર્યક્રમ કાળજીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની પણ નિવાસી અધિક કલેકટર દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના અપાઇ હતી.

[wptube id="1252022"]
Back to top button