NANDODNARMADA

આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને રાજપીપળા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી

આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને રાજપીપળા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી

રાજપીપળા ટાઉન પીઆઇ આર જી ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા

રાજપીપળા : જુનેદ ખત્રી

આગામી ૨૯ તારીખે બકરી ઈદનો તહેવાર હોઈ રાજપીપળા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી રાજપીપળા ટાઉન પીઆઇ આર જી ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા

બકરી ઈદનો તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાય તે દિશામાં પોલીસ દ્વારા આગેવાનોને સૂચનો કરાયા હતા ઉપરાંત બેઠકમાં આવેલ હિન્દુ મુસ્લિમ આગેવાનો એ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા ત્યારે રાજપીપળામાં તમામ ધર્મના તહેવારો હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે ત્યારે આવનાર બકરી ઇદ નો તહેવાર પણ રાજપીપળામાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી

[wptube id="1252022"]
Back to top button