NANDODNARMADA

રાજપીપલા ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોન ધિરાણ મેળો યોજાયો વર્લ્ડ ક્લાસ રનિંગ ટ્રેકનું પણ લોકાર્પણ કરાયું

રાજપીપલા ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોન ધિરાણ મેળો યોજાયો વર્લ્ડ ક્લાસ રનિંગ ટ્રેકનું પણ લોકાર્પણ કરાયું

પી.પી.પી. ધોરણે નવનિર્મિત રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનનું મહિલા મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરી મહિલા સન્માનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરતા ગૃહ રાજ્યમંત્રી

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત નગરજનોની દબદબાભેર ભાગીદારી વચ્ચે ‘મેગા લોકસંવાદ’ યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની સાથે સુરક્ષાની ચિંતા કરીને, વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને, વ્યાજખોરી જેવા સામાજિક દૂષણનો અંત લાવવા પોલીસના જવાનો ખડેપગે કામ કરી રહ્યાં છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારની જનસામાન્ય માટેની સ્વનિધિ કે મુદ્રા યોજનાના લાભોથી વાકેફ કરતા ગૃહ રાજ્યમંત્રીએ, એક આદર્શ સમાજના નિર્માણમાં પોલીસતંત્રની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી હતી.

પોલીસ વિભાગ સમાજની સેવા, સુરક્ષા અને શાંતિના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરી રહી છે. પોલીસ અને પ્રજા વચ્ચે આત્મિયતા કેળવાય તે હેતુથી પોલીસતંત્ર શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. પરંતુ ગુનેગારો સામે પોલીસનું વલણ કડક જ રહેશે તેમ હર્ષ સંઘવીએ ઉમેર્યુ હતુ.

મહિલાઓની સુરક્ષા, સલામતી અને સમસ્યાના નિવારણ હેતુ ગૃહ રાજ્ય મંત્રીએ મહિલા સન્માનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરીને, રાજપીપળા ખાતે નવનિર્મિત મહિલા પોલીસ સ્ટેશનનું મહિલા મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરાવ્યું હતું. જ્યાં મહિલાઓને નિર્ભિક અને નિસંકોચ રીતે પોતાની તકલીફો રજૂ કરવા અંગે જાગૃત કર્યા હતા. મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા સાથે બાળકો હોય તો તેને પણ સારૂ વાતાવરણ મળી રહે તે હેતુથી તેને વધુ લોકભોગ્ય બનાવતા અહીં ચાઈલ્ડ કોર્નર પણ બનાવવામાં આવ્યુ છે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજપીપલા રમત સંકુલ ખાતે પ્રતિભાશાળી ખેલાડીઓને મંચ પ્રદાન કરવાના ઉમદા આશય સાથે નવનિર્મિત રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે ડોરમેટરી ભવન અને રૂ. ૭.૫૦ કરોડના ખર્ચે સિન્થેટીક એથ્લેટીક ટ્રેકનું લોકાર્પણ કરીને રમતવીરોને ભેટ આપી છે.

રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નર્મદા જિલ્લાના આદિજાતિ સહિત પ્રત્યેક રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણાધિન આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેક જે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતવીરોની પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે એક શ્રેષ્ઠ મંચ પ્રદાન કરશે.

 

[wptube id="1252022"]
Back to top button