NANDODNARMADA

તહેવારોને અનુલક્ષીને નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા નગરમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી

તહેવારોને અનુલક્ષીને નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા નગરમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી

હિન્દુ મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવારો પ્રજા શાંતિપૂર્ણ અને ધામધૂમથી ઉજવે અને નગરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં પોલીસની કવાયત

રાજપીપળા : જુનેદ ખત્રી

મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ઉપરાંત હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર રામનવમી અગામી દિવસમાં આવી રહ્યો છે ત્યારે રાજપીપળામાં નર્મદા પોલીસ દ્વારા શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ધર્મના તહેવારો પ્રજા ધામધૂમથી અને શાંતિપૂર્ણ રીતે ઉજવે તે આશયથી નર્મદા પોલીસ દ્વારા ફલેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજપીપળા નગરમાં યોજાયેલ ફ્લેગમાર્ચ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબે ની સૂચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક જી. એ. સરવૈયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં એલસીબી, એસઓજી, સહિત રાજપીપળા પોલીસ મથકના પોલીસ અધિકારીઓ જોડાયા હતા રાજપીપળા નગરમાં પોલીસ મથકથી કાછિયાવાડ, દરબાર રોડ, સંતોષ ચાર રસ્તા, કસ્બાવાડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પોલીસ ગાડીઓનો કાફલો જોવા મળ્યો હતો

[wptube id="1252022"]
Back to top button