NARMADA

તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે વંઢ ગામના RPLI વીમા યોજના ના લાભાર્થી મહિલાને ચેક અર્પણ કરવામાં આવ્યો

તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે વંઢ ગામના RPLI વીમા યોજના ના લાભાર્થી મહિલાને ચેક અર્પણ કરવામાં આવ્યો

મળતી માહિતો અનુસાર પોસ્ટ વિભાગ દ્વારા અનેક વીમા યોજના ચલાવવા માં આવે છે એ યોજનાઓ અંતર્ગત *RPLI એટલે કે રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ યોજના* ચલાવવા માં આવે છે આ યોજના અંતર્ગત વંઢ ગામના એક યુવકે વીમાં પોલિસી લીધી હતી ત્યાર બાદ થોડાક સમયમાં કોઈક કારણસર યુવક નું મૃત્યુ થયુ હતું ત્યારે આજ રોજ તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે મહિલાના પતિ એ RPLI યોજના અંતર્ગત લીધેલી પોલિસી ના મળવા પાત્ર 10,4574 નો ચેક મહિલા ને અર્પણ કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે પોસ્ટ વિભાગ દ્વારા પ્રજાજનોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે સાથે જ જીવન વીમા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાંભ આપવામાં આવતો હોય છે ત્યારે હાલ પોસ્ટ વિભાગ દ્વારા આર પી એલ આઈ એટલે કે રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અંતર્ગત વીમા પોલિસી ચલાવવામાં આવી રહી છે આ યોજના અંતર્ગત નજીવા પ્રીમિયમ ભરીને લોકોને વધુ લાભ આપવામાં આવતો હોય છે ત્યારે *તિલકવાડા તાલુકાના વંઢ ગામના* અલ્કેશભાઈ બારીયાએ આ યોજના અંતર્ગત વીમા પોલિસી ખોલાવી હતી અને 2482 નો પ્રીમિયમ ભરીને વીમા પોલિસી શરૂ કરી હતી ત્યાર બાદ કોઈ કારણસર અલ્કેશભાઈ બારીયા નું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો ત્યારે તિલકવાડા પોસ્ટ વિભાગમાં ઘટનાની જાણ થતા પોસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા વીમા પોલીસી નો લાભ પરિવાર ને પહોંચાડવા માટે તમામ કાર્યવાહી પૂર્ણ કરી આજ રોજ તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે ભૂમિકાબેન બારીયા ને બોલાવી વડોદરા વિભાગના સુપ્રિટેન્ડન્ટ આર બી ઠાકોર ના હસ્તે મહિલાને 10,4574 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ ચેક સહાય મળતા મહિલાને થોડીક આર્થિક મદદ પહોંચશે જેથી મહિલાએ પોસ્ટ વિભાગ અને તમામ અધિકારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button