મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલ ૩૭ વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
રાજ્યમાં ઓછી વયના લોકો માં હાર્ટ એટેક થી મૃત્યુના કિસ્સા ચિંતાજનક
જુનેદ ખત્રી : રાજપીપલા
તાજેતરમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે રાજ્યના વિવિધ શહેરોમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાથી મૃત્યુના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે જે ચિંતા નો વિષય છે
મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલ 37 વર્ષે યુવાનનું હાર્ટ એટેક થી મૃત્યુ થતાં તેમની સાથે આવેલા પરિજનો અને મિત્રોમાં શોખ લાગણી વ્યાપી હતી
પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર કેવલકુમાર મનસુખલાલ હરીયા ઉ.વ ૩૭ મુંબઈથી એકતાનગર ખાતે એસ.ઓ.યુ ફરવા માટે તેમના મિત્રો સાથે ફોરવ્હીલ ગાડી લઈને આવેલ અને ખડગદા ગામે વૃંદાવન હોમસ્ટે ખાતે રોકાયેલ તે વખતે છાતીમાં દુખાવો થતા તેના મિત્રો એકતાનગર ખાનગી દવાખાને સારવાર કરવા માટે લઈ ગયા હતા ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગરૂડેશ્વર સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવાનું કહેતા તેના મિત્રો ગરુડેશ્વર સરકારી હોસ્પીટલ ખાતે લાવેલ ત્યારે ફરજ પરના ડોક્ટરે ચેક કરતા કેવલકુમાર મનસુખલાલ હરીયા મરણ ગયેલ જાહેર કર્યું હતું જેથી પરિવારમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક છે એકતા નગર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે






