GARUDESHWARNANDODNARMADA

ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામેથી ૧૩ ફૂટ લાંબો મહાકાય અજગર મળી આવ્યો

ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામેથી ૧૩ ફૂટ લાંબો મહાકાય અજગર મળી આવ્યો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામે શૈલેષભાઈ તડવીનાં ઘરના વાળાનાં ભાગે એક મહાકાય અજગર દેખાતા  સ્થાનિકો અને ગ્રામજનો માં ફફલાટ ફેલાયો હતો. જેમાં શૈલેષભાઈ તડવી એ જીવદયા પ્રેમી માયકલ વસાવાને કોલ કરી બોલાવતા માયકલ વસાવા તેમના મિત્ર વિપુલ તડવી અને પરીક્ષિત તડવી સાથે બોરિયા ગામે પહોંચી આ મહાકાય અજગર ને પકડી સુરક્ષિત જગ્યા એ છોડી મૂકવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમી યુવાનો કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર પોતાના ખર્ચે આવા સરિશ્રુપો ને રહેઠાણ વિસ્તારમાં આવી ગયા હોય ત્યારે તેમને કોઈ નુકશાન નાં પહોચાડે તે માટે સરીસૃપ હેમખેમ પકડી ને સુરક્ષિત જગ્યા જંગલમાં છોડી  મૂકવામાં આવે છે એટલે સરિશ્રૂપો નું રક્ષણ થઈ સકે.

[wptube id="1252022"]
Back to top button