
વડોદરાના વાઘોડિયા મુકામે આયોજિત મુસ્લિમ ખત્રી ૨૨ સમાજ ના સમુહ લગ્નોત્સવમાં ૩૮ યુગલોએ એક મંડપ નીચે નિકાહ અદા કર્યા
સખી દાતા તરફથી એક નવ યુગલને મક્કા મદીના ઉમરાહ ની ભેટ મળી
રાજપીપલા : જુનેદ ખત્રી
મુસ્લિમ ખત્રી ૨૨ સમાજના સમૂહ લગ્ન વાઘોડિયા નજીક વેજલપુર સંજર પાર્કના વિશાળ મેદાનમાં યોજાયું હતું. જેમાં ૩૮ યુગલોએ એક મંડપ નીચે નિકાહ અદા કર્યા હતા વાઘોડિયાના મુસ્લિમ ખત્રી બાવીસી જમાતના એડ-હોક કમિટીના આયોજન હેઠળ વિશાળ મંડપમાં વિશાળ જનમેદની વચ્ચે સુંદર આયોજન કરાયું હતું સમાજના સખી દાતાઓ તરફથી દુલ્હનોને ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.
મુસ્લિમ ખત્રી બાવીસી જમાત દ્વારા યોજાયેલા સમુહ લગ્નમાં એક સાથે ૩૮ યુગલો નીકહના બંધનમાં બંધાયા હતા સમૂહ લગ્નમાં દાતાઓએ નવ યુવાનોને ભેટ સોગાદો આપી દુઆઓ આપી હતી
સમૂહ લગ્નના અગ્રણી ખત્રી જુનેદભાઈ મુસ્તુફા ભાઈ ખટામ વાળા દ્વારા અશ્રુભીની આંખોથી સૌ ખત્રી સમાજનો કમિટી તરફથી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ કોઈ તકલીફ પડી હોય તો ક્ષમા માંગી હતી
** એક નવ યુગલને ઉમરાહ કરવા જવાનો મોકો મળ્યો …
ખત્રી સમાજના એકસખી દાતા તરફથી કોઈપણ એક યુગલને મક્કા મદીના ઉમરાહ માટેની જાહેરાત કરવામાં આવી હતી જે માટે સમૂહ લગ્નમાં જોડાયેલ 38 દુલ્હા દુલ્હનનો ડ્રો કરવામાં આવ્યો હતો.જેમાં સાત નંબરના યુગલનું નામ ડ્રોમાં નીકળતા તેની જાહેરાત કરતા જ વિશાળ મંડપમાં સૌ કોઈના આંખોમાં ખુશીના આંસુ જોવાયા હતા સૈયદ સુબહાની મિયા અશરફી કાદરી દ્વારા નીકહની રશ્મ અદા કરાવી સલાતો સલામ તેમજ સમાજ માટે તેમજ દેશ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી.