
108 એમ્બુઅલન્સ તેમજ એમ એચ યુ અને ફરતા પશુ દવાખાના ના કર્મીઓને સન્માનિત કરાયા
નર્મદા જિલ્લા કલેકટર ના હસ્તે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સન્માન
રાજપીપળા; જુનેદ ખત્રી

74 માં પ્રજાશત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી તિલકવાડા ની શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ માં કરવામાં આવી જેમાં કલેક્ટર સ્વેતા તેવટિયા ના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આ 74 માં પ્રજાશાત્તક પર્વ નિમિત્તે વિવિધ રંગા રંગ કાર્ય ક્રમો પણ થયાં હતા. તેમજ આ કાર્યક્રમ માં 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓ જેમને ઉમદા કામગીરી કરી છે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જેમાં ઈ એમ ટી વર્ષાબેન તડવી અને પાયલોટ નરેશભાઈ વસાવા તેમજ એમ એચ યુ ના Dr વર્ષા વસાવા અને એમ વી ડી ના ડ્રાઈવર શૈલેષ ખાંટ નો સમાવેશ થાય છે તેમની ઉમદા કામગીરી બદલ પ્રમાણ પત્ર આપી સન્માનિત કરાયા હતા. 108 ની ટીમ નો ઉત્સાહ વધારવા માટે જે સન્માન માનનીય કલેક્ટર સાહેબ દ્વારા કરાયું તેનું 108 ની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો તેમજ હંમેશાની જેમ પુરી નિષ્ઠા અને પ્રામાણિકતા થી પોતાની ફરજ નિભાવા સંકલ્પ લીધા હતા.






