નર્મદા જિલ્લામાંથી જુદી જગ્યાએથી જુગાર રમતા ૧૦ ખેલી ઝડપાયા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં પોલીસ દારૂ જુગાર બાબતે કડક પગલા લઇ રહી હોય જેના ભાગરૂપે રાજપીપળા અને સાગબારા પોલીસે જુગાર રમતા જુગારીઓને મુદામાલ સાથે ઝડપી ગુના દાખલ કર્યા છે
મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે રાજપીપલા મદીના પાર્ક સામે હાર-જીતનો જુગાર રમી રમાડતા જુગારીઓ પૈકી (૧) વસીમભાઈ હનીફભાઈ મહમદ (૨) તારીક અનવર મહમદ હકીમ અંસારી (૩) ઝુબેર સિરાઝભાઈ મલેક (૪) ફોરોઝભાઈ નઝીરખાન પઠાણ,ચારેય રહે.બવાગોર ટેકરી રાજપીપલા તથા (૫) વારીસખાન અબ્દુલ હમીદ મલેક, રહે.આરબ ટેકરા રાજપીપલા નાઓએ અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૭૭૦/- તથા દાવ ઉપરના રૂ.૨૫૦/- મળી કુલ્લે રોકડ કિં.રૂ.૧૦૨૦/- ના મુદામાલ સાથે પકડી.લીધા હતા જ્યારે
(૧) આમુભાઈ સિકંદર મલેક રહે.બાવાગોર ટેકરી રાજપીપલા નાશી જતા તેને વોન્ટેડ જાહેર કરી તમામ સામે ગુનો દાખલ કર્યો છે
જ્યારે સાગબારા પોલીસે ચોપડવાવ ગામની સીમમાં જુગાર રમતા (૧) ટેડગીયાભાઇ જેમુભાઇ વસાવા.રહે ચોપડવાવ નિશાળ ફળીયુ, તા.સાગબારા (ર) કાંતિલાલ ભાઇ દિત્યાભાઇ વસાવા.રહે.ટાવલી ફળી (ચોપડવાવ) તા,સાગબારા તેમજ (3) ગણપતભાઇ ધનાભાઇ વસાવા રહે.ચોપડવાવ મંદિરા ફળીયુ,તા.સાગબારા નાઓને હાર-જીતનો પત્તાપાનાનો જુગાર રમી રમાડતા અંગ ઝડતીમાં ના રોકડ રૂપીયા.૭૫૦/-તથા દાવ ઉપરના રોકડ રૂપીયા. ૪૧૦/- મળી કુલ્લ રૂ.૧૧૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.






