NANDODNARMADA

સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની સાધારણ સભામાં શિક્ષકો વચ્ચે મારામારી

સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની સાધારણ સભામાં શિક્ષકો વચ્ચે મારામારી

મારમારીમાં બે શિક્ષકો ઘાયલ : હુમલો કરનારા ત્રણ શિક્ષકો સામે સાગબારા પોલીસ માં ગુનો નોંધાયો

જુનેદ ખત્રી > રાજપીપળા

સાગબારાના નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની સાધારણ સભામાં હિસાબ માંગવા અંગે શિક્ષકો વચ્ચે મારામારી થઇ મારમારી માં બે શિક્ષકો ઘાયલ થયા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને હુમલો કરનારા મહિલા શિક્ષક સહીત ત્રણ શિક્ષકો સામે સાગબારા પોલીસ માં ગુનો નોંધાયો છે.

સાગબારા, શિવાજીનગર માં રહેતા કેયુરભાઈ વસંતભાઈ વસાવા એ સાગબારા પોલીસ માં ફરિયાદ નોંધાવી છે કે પાંચપીપરી ગામના ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવા, વિવેકભાઈ ઉત્તમભાઈ વસાવા, અને દક્ષાબેન ઉત્તમભાઈ વસાવા ત્રણે દ્વારા તેમના માતા પિતા પર હુમલો કરવામાં આવ્યો જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

ફરિયાદી કેયુરભાઈ વસંતભાઈ વસાવા તથા પિતા વસંતભાઈ તથા નિર્મળાબેન નાઓ પ્રાથમિક શાળા નાનીદેવરૂપણ ખાતે શ્રી સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી.સાગબારા 51 મી વાર્ષિક સાધારણ સભા ચાલતી હતી જેમાં હાજર હતા તે વખતે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં સ્ટેજ ઉપર હાજર સોસાયટીની આ આ સભામાં હિસાબોની વાતો ઉઠતા વજેસીંગભાઈ સુભાભાઈ પાડવી નાઓ સ્ટેજ ઉપરથી માઈક ઉપર કહેતા હતા કે ટીચર્સ મંડળીનો અગાઉના પ્રમુખ પાસે હીસાબ કિતાબ માંગો તેવુ કહેતા હતા. ત્યાં સ્ટેજ ઉપર બેઠેલ દક્ષાબેન વસાવાનાઓ આ કામના ફરીયાદીના પિતાજીને ગમે તેવી ગાળો બોલી ગાલ ઉપર બે-ત્રણ થપ્પડ મારી દિધેલ અને ત્યાં સ્ટેજ ઉપર હાજર ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવા નાઓએ આ કામના સાહેદ- વસંતભાઈ નાઓની ફેટ પકડી મારવા લાગેલ અને ત્યાં હાજર શિક્ષકોએ વચ્ચે પડી સાહેદ વસંતભાઈ નાઓને વધુ માર માંથી બચાવેલ અને ત્યાર બાદ આ કામના આરોપીઓ નાની દેવરૂપણ પ્રાથમિક શાળાના કંપાઉંડમાંથી બહાર નીકળી ગયેલ અને અગાઉ થયેલ ઝગડાની અદાવત રાખી થોડી વારમાં ઉત્તમભાઈ અને વિવેકભાઈ તેમના હાથમાં લાકડાના ડંડા લઈ આવી વસંતભાઈ નાઓને કમરના ભાગે બે-ત્રણ સપાટા મારી દિધેલા અને બીજા એ પાછળથી પકડી રાખી તેના હાથમાંના લાકડાના ડંડા વડે સાહેદ વસંતભાઈ નાઓને માથામાં ડંડો મારી દેતા ચામડી ફાટી લોહી નીકળવા લાગેલ જેથી આ કામના ફરીયાદી તેમજ સાહેદ નિર્મળાબેન તેમજ સાહેદ આશારામભાઈ નાઓ વચ્ચે પડી આ કામના સાહેદ વસંતભાઈ નાઓને વધુ મારમાંથી બચાવેલ આ ત્રણે જણા ત્યાથી જતા રહેલ અને જતા જતા કહેતા હતા કે આજે તો તુ બચી ગયો છે હવે પછી એકલો મળશે તો જાનથી મારી નાખીશુ તેવી જાનથી મારી ધમકી આપી જિલ્લા મેજીસ્ટ્રેટ,નર્મદા નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવામાં એક બીજાની મદદગારી કરી ગુનો કર્યો તે બાબત ની ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button