સગીરાને લગ્નની લાલચે ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર પરણિત નરાધમને રાજપીપલા કોર્ટે ૧૦ વર્ષ કેદની સજા ફટકારી
જુનેદ ખત્રી : રાજપીપલા
નર્મદા જિલ્લાના એક ગામમાં સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચે ભગાડી જઇ દુષ્કર્મ કરનાર પરણિત નરાધમ યુવાનને રાજપીપલા કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે
પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર સગીરા કાકા ને ત્યાં રહેતી હતી બીજા ગામે શાળાએ ભણવા હતી હતી ત્યારે આરોપી જયેશ ઉર્ફે યોગેશભાઈ ચંદુભાઈ બારીયાએ ભોગ બનનાર સગીરા સાથે પ્રેમ સબંધ બાંધી તેની સાથે અવારનવાર મળતો હતો એક દિવસ ગામમાં લગ્ન પ્રસંગ હતો તે રાત્રે સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો અને અવારનવાર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું જે સંદર્ભે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી
આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી જયેશ ઉર્ફે યોગેશભાઈ ચંદુભાઈ બારીયા ને ઈ.પી.કોડ કલમ-૩૬૩ ના ગુનામાં ૩(ત્રણ) વર્ષની સખત કેદની સજા અને રૂા. ૧૦૦૦/- દંડ સજાનો હુકમ કરવામાં આવે છે તથા ઈ.પી.કો કલમ-૩૬૬ મુજબના ગુના કામે (ત્રણ) વર્ષની સખત કેદની સજા અને રૂા.૨૫૦૦/- દંડ સજાનો હુકમ કરવામાં આવે છે.ઈ.પી.કો કલમ-૩૭૬ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦/- ના દંડની સજા દંડની સજાનો હુકમ કર્યો છે






