NANDODNARMADA

શ્રીજી વિસર્જન અને ઈદ એ મિલાદ તહેવારો સંદર્ભે રાજપીપલા ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ 

શ્રીજી વિસર્જન અને ઈદ એ મિલાદ તહેવારો સંદર્ભે રાજપીપલા ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

 

રાજપીપળા: જુનેદ ખત્રી

રાજપીપળા ખાતે આગામી ૨૮ સપ્ટેમ્બર ના રોજ ઈદ એ મિલાદ અને ગણેશજીના વિસર્જનના બંને ધર્મના તેહવાર એક સાથે ઉજવણી થવાની છે ત્યારે નર્મદા પોલીસ વડા પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં રાજપીપલા પોલીસ મથકના પ્રટાંગણમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં નાંદોદ ના પ્રાંત અધિકારી શૈલેશ ગોકલાણી, નાયબ પોલીસ અધિક્ષક જી. એ. સરવૈયા , રાજપીપલા ટાઉન પી.આઇ. આર.જી ચૌધરી, એલસીબી પીઆઇ જે. બી. ખંભાલા સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો શાંતિ સમિતિના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

સવારે ઈદે મિલાદ નું જુલૂસ નીકળશે ત્યારબાદ બપોરથી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થશે ત્યારે બંને ધર્મના તેહવાર શાંતિ પૂર્ણ ઉજવાય તે દિશામાં પ્રયાસો કરવા ખાસ સૂચનો કરાયા હતા

આ પ્રસંગે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા ઉપસ્થિત હિંદુ મુસ્લિમ સમુદાયના આગેવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત રાજપીપળા નગરપાલિકા તેમજ વીજ કંપનીના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહી ફરજ નિભાવવા અપીલ કરી હતી ઉપરાંત રસ્તે પડેલા ખાડાઓને દુરસ્ત કરવા તેમજ રખડતા પશુઓનું નિરાકરણ લાવવા પણ પાલિકાને અપીલ કરવામાં આવી હતી. વીજ કંપનીની ટીમને સ્ટેન્ડ બાય રહી રસ્તામાં આવતા વીજ વાયારોનું નિરીક્ષણ કરવાની પણ સુચના આપી હતી

 નર્મદા પોલીસ વિભાગ તરફથી ૨૬.૦૯.૨૩ ના રોજ રાજપીપલા પોલીસ મથક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત નગરજનોને ખાસ અપીલ કરાઇ હતી

[wptube id="1252022"]
Back to top button