NANDODNARMADATILAKWADA

રેંગણ ગામે પૂરથી શાળાને નુકશાન થતાં ગ્રામજનોએ પોતાનું મકાન વૈકલ્પિક શાળા ચલાવવા આપ્યું, મંત્રીજીએ લીધી મુલાકાત

રેંગણ ગામે પૂરથી શાળાને નુકશાન થતાં ગ્રામજનોએ પોતાનું મકાન વૈકલ્પિક શાળા ચલાવવા આપ્યું, મંત્રીજીએ લીધી મુલાકાત

 

બાળકોના શૈક્ષણિક કાર્ય માટે પોતાનું મકાન આપનારા ગામના નાગરિકોનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન કરાયું

શાળાના મકાનને ઝડપભેર પુનઃ શરૂ કરવા માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા શાળાના શિક્ષકો અને ગામલોકોને આશ્વાસન પુરૂં પાડતા શિક્ષણમંત્રી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર આજે નર્મદા જિલ્લામાં નીલકંઠધામ પોઈચા ખાતે આયોજિત શૈક્ષણિક અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી મંત્રી તેઓના નિર્ધારિત પ્રવાસ મુજબ બોડેલી ખાતે જવા રવાના થયા હતા. દરમિયાન તિલકવાડા તાલુકાની રેંગણવર્ગ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત કરી બાળકો અને ગામલોકો સાથે વાર્તાલાપ કર્યો હતો.

                   નર્મદા જિલ્લામાં થોડા દિવસો પહેલાં નર્મદા નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે તિલકવાડા તાલુકાની રેંગણ વર્ગ પ્રાથમિક શાળામાં પૂરના પાણી પ્રવેશી જતા શાળાના મકાનના બે માળના તમામ વર્ગખંડો ડુબાણમાં ગયા હતા. શાળાના મકાનના તમામ વર્ગોમાં જઈને મંત્રીએ નિરિક્ષણ કર્યું હતું. દરમિયાન શાળાના તમામ રેકોર્ડ તથા ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક સામાનની ચકાસણી કરી હતી. આ રેકોર્ડ બની શકે તેટલો જાળવી રાખવા મંત્રીશ્રીએ શિક્ષકો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું. શાળાના બાળકોના પુસ્તકો અને શૈક્ષણિક સાહિત્ય પૂરના પાણીમાં નાશ પામ્યુ હોવાથી તેની વ્યવસ્થા કરી આપવાની મંત્રીએ હૈયાધારણા આપી હતી અને શાળાને ત્વરિત અસરથી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે અને શાળાના મકાનમાં ઝડપી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે તેવું આશ્વાસન શાળાના શિક્ષકોને મંત્રીએ આપ્યું હતું.

 

 શાળાનું મકાન ડૂબાણમાં જતાં હાલમાં શાળાના બાળકોનું વૈકલ્પિક શૈક્ષણિક કાર્ય ફળિયામાં દાયમા સિરાજમહંમદ બાપુસાહેબના ઘરે ચાલી રહ્યું છે. જ્યાં મંત્રી કુબેરભાઈ ડીંડોરે બાળકોની રૂબરૂ મુલાકાત લઈને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો અને શાળાના મકાનમાં ટૂંક સમયમાં બાળકોને લઈ જવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. સાથે બીજા બાળકો માટે બારીયા વાસુદેવ ભીખાભાઈના ઘરે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં પણ મંત્રીએ પહોંચીને બાળકોની નોટબુકની ચકાસણી કરતા શૈક્ષણિક કાર્ય સારું હોવાનું જણાતા શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોના શિક્ષણ કાર્યમાં વિક્ષેપ ન પડે તે માટે બાળકોના હિતમાં વૈકલ્પિક વ્યવસ્થા અર્થે પોતાનું ઘર આપ્યું છ

[wptube id="1252022"]
Back to top button