
રાજપીપળામાં પડેલા પાંચ ઇંચ ભારે વરસાદથી જળબંબાકાર, ચાર કલાકમાં ૦૫ ઇંચ વરસાદ ખાબક્યો
જુનેદ ખત્રી > રાજપીપલા
નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા સહિત નાંદોદ તાલુકામાં રવિવારે સવારથીજ વરસાદે ધબડાટી બોલાવી હતી છે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલ વરસાદ થી રાજપીપળા સહિત આસપાસના વિસ્તારમાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ છે સવારે ૦૮ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી ચાર કલાકમાં નાંદોદ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેનાથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં

રાજપીપળાના મુખ્ય રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા ઉપરાંત નિચાણવાળી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા ઉપરાંત સંતોષ ચાર રસ્તા નજીક ટેકરા ફળિયા વિસ્તારમાં પણ પાણી ભરાયાં હતાં
• વરસાદી કાંસ ઉપર સોસાયટી દ્વારા દબાણ કરતા વડીયા ગામમાં પાણી ઘૂસ્યા
રાજપીપલા પાસે વડીયા ગામે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું વડિયા ગામ સહિત સત્યમ નગર સોસાયટી, રામેશ્વર, દેવનારાયાયણ , દેવ આશિષ સહિત સોસાયટી ઓમાં પાણી ભરાયાં જેને કારણે જે લોકો સુસાઈટી માં રહેતા હતા જેવો પોતાના ઘરો માં પાણી આવી જતા રોડ પર આવી ગયા હતા કેટલીક સોસાયટીઓ દ્વારા વરસાદી કાંસ ઉપર દબાણ કરતા પાણી ભરાયા હોવાનું સ્થાનકો જણાવી રહ્યા છે ઉપરાંત પાણીના નિકાલ માટે JCB ની મદદ થી સત્યમ નગર સોસા. નો કોટ પણ તોડવામાં આવ્યો હતો






