રાજપીપલા મોહસીને આઝમ મિશન દ્વારા જરૂરિયાતમંદ દર્દીને ૧૦ હજાર રૂપિયાની સહાય
જુનેદ ખત્રી : રાજપીપલા
મોહસીને આઝમ મિશન એ મુસ્લિમ સામાજિક સંસ્થા છે જેની આખી દુનિયામાં શાખાઓ આવેલી છે આ સંસ્થા દ્વારા ગરીબ અને વંચિત જરૂરિયાત મંદ લોકો માટે સેવાના કાર્યો કરવામાં આવે છે
સૈયદ હસન અશ્કરીમિયાં એ મોહસિને આઝમ મિશન સંસ્થાની સ્થાપના કરી જેના થકી સમાજના વંચિત જરૂરિયાત મંદ લોકો માટે આરોગ્ય, સિક્ષણ, રોજગાર લક્ષી કર્યો કરવામાં આવી રહ્યા છે હાલમાંજ સૈયદ મદનીમિયાં અશરફીયુલ જિલ્લાનીના જન્મ દિવસ અને ઉર્ષ ગરીબ નવાઝ નિમિત્તે રાજપીપલા મોહસીને આઝમ મિશન સંસ્થા દ્વારા દશ જરૂરિયાતમંદ મહિલાઓ ને કપડાં આપ્યા ઉપરાંત એક દર્દીને સારવાર માટે ૧૦,૧૦૦/- રૂપિયાની સહાય કરવામાં આવી હતી
સંસ્થાના રાજપીપલા બ્રાન્ચના પ્રમુખ શાહનવાઝ પાઠાણે જણાવ્યું હતું કે મોહસીને આઝમ મિશન સંસ્થા દ્વારા સતત લોક સેવાના કાર્યો કરવામાં આવે છે સૈયદ મદનીમીયાના જન્મદિવસ નિમિત્તે અને ઉર્ષ ગરીબ નવાઝના મોકા ઉપર અમે મહિલાઓને કપડા વિતરણ તેમજ જરૂરિયાત મંદ દર્દીને દસ હજાર રૂપિયાની સહાય કરી છે આગળ પણ અમે લોક સેવાના કાર્યો કરતા રહીશું






