
રાજપીપલા માધવ બાગ સોસા. માં એશિયા કપની મેચ રમતા ગણેશજી આકર્ષણનું કેન્દ્ર
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા મા ૫ હજાર કરતાં વધુ ગણપતિ પ્રતિમાની સ્થાપન કરવામાં આવી છે ને સંપૂર્ણ નર્મદા જિલ્લો ભક્તિ મય બન્યો છે.

નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા મા આવેલ માધવબાગ સોસાયટી માં વર્સો થી અવનવી થીમ પર આધારિત ગણપતિ ની પ્રતિમા નું આયોજન થાય છે ને સ્થાપન કરવામાં આવે છે આ વર્ષે આ સોસાયટીમા ક્રિકેટ મેચની થીમ આધારિત ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ચાલુ વર્ષે એશિયા કપનું આયોજન કરાયું હતું જેમા ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચની થીમ આધારે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રોહિત સર્માં, વિરાટ કોહલી, કે એલ રાહુલ જેવા બધાજ ખેલાડી . ને સાથે પાકિસ્તાન ના બધાજ ખેલાડી મૂકવા મા આવ્યા છે. 
આ બાબતે માધવ બાગ નાં આયોજક ને વકીલ એવા ગૌરવ ભાઈ જણાવ્યું કે આ વરસે જાણે આબેહૂબ આપડે આ મેચ નું લાઈવ પ્રસારણ જોતા હોય એમ આ થીમ બનવામા આવી છે. જેને જોવા રાજપીપળા ને આજુ બાજુ ના ગામો માંથી લોકો ઉમટી પડ્યા છે..






