
મોહસીને આઝમ મિશન દ્વારા પૂરગ્રસ્તવિસ્તારમાં અનાજની કીટ સહિત ધાબળા વિતરણ કર્યા
મોહસીને આઝમ મિશન સંસ્થા હંમેશા પ્રજાની સેવામાં અગ્રીમતા દાખવતી આવી છે
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નર્મદા જિલ્લા ના કાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેનાથી લોકોની ઘરવખરી સહિત ખેતીને મોટું નુકસાન થવા પામ્યું છે નર્મદા જિલ્લાના કાંઠાના ગામો જેવા કે કેવડિયા ની આસપાસના ગામો સિસોદ્રા તિલકવાડા તાલુકાના કેટલા ગામો ઉપરાંત માંગરોળ સહિતના નીચાણના ગામો માં પૂરના પાણી પરિવર્તન ભારે તારાજી સર્જાઈ હતી
પૂરગ્રસ્ત વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ લોકોને મદદ કરી રહી છે ત્યારે મોસીને આઝમ મિશન સંસ્થા દ્વારા વાસણ ગામે પુર પીડિત ૪૦ જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સિસોદ્રા ગામે ધાબડા નું વિતરણ કરાયું હતું
મોસીને આઝમ મિશન રાજપીપળા સંસ્થા હંમેશા સમાજના સેવા કાર્યોમાં તત્પર રહેતી હોય છે કોરોના કાળમાં પણ આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા ઉપરાંત હાલમાં મોહસીને આઝમ મિશન સંસ્થા દ્વારા પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી






