
નર્મદાના પૂરમાં ગરકાવ થયેલ માંગરોલ ગામ બે દિવસે બહાર આવ્યું, અશ્રુ ભીની આંખો અને ચારો તરફ તારાજી
નર્મદા બંધમાંથી પાણી છોડવામાં આવતા ૧૬ મીની મધ્ય રાત્રિએ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા બંધમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે 16 સપ્ટેમ્બર 2020 ની મધ્ય રાતે નર્મદા નદીમાં આવતા માંગરોળ ગામ પાણીમાં ગર્ગાવ થયું હતું. સવારે પૂરમાં ફસાયેલા લોકોને એનડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી પૂરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં શાળાના બાળકો આશ્રમના મહંતો અને નાગરિકોનો સમાવેશ થાય છે નાંદોદનું માંગરોલ ગામ બેટમાં ફેરવાઈ જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. લોકો હવે સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે માંગરોલ ગામના ઘરોમાં પાણી તો ઓસર્યા પણ લોકોની આંખોના આંશુ સુકતા નથી.
પાણી ઓસરતાં લોકોને થયેલ ભારે નુકશાની સામે આવી છે પૂરમાં લોકોની ઘરવખરી, સમાન , કપડાં, અનાજ સહિત મોટી તારાજી સર્જાઈ છે ઉપરાંત ખેડૂતોનો મબલખ પાક પણ પૂરમાં નાશ પામતાં ખેડૂતો પાયમાલ થયા છે
પૂરના પાણી ઓસર્યા બાદ નર્મદા જિલ્લાના ભાજપ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિત નેતાઓ ઉપરાંત આપ ના જિલ્લા પ્રમુખ અને નેતાઓએ પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને સરકાર જરૂરી સહાય રાહત કરે તેવી હૈયા ધારણા આપી છે ખેડૂતો પણ ભારે રોષ સાથે ખેતીમાં થયેલ નુકસાનીનું વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે
• અચાનક એક સાથે ભારે માત્રામાં પાણી છોડયું હોવાનો ગ્રામજનોને આક્ષેપ
સરદાર સરોવર નર્મદા બંધ માંથી એકસાથે આટલું પાણી છોડવામાં આવ્યું જેનાથી લોકોમાં કચવાટ અને રોષ પણ છે આધુનિક જમાનામાં કે જ્યારે અગાઉથી વાતાવરણ અંગે માહિતી મળી જતી હોય નિગમ દ્વારા પાણીનો સંગ્રહ કેમ કરાયો તેવી ભારે ચર્ચા જોર પકડ્યું છે






