
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતાં જેલવાસ પૂરો, આજે બહાર આવશે
ટ્રાયલ ચાલે ત્યાંસુધી ભરૂચ નર્મદા જિલ્લાની હદ બહાર રહેવાની શરતે જિલ્લા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને આપ્યા જામીન
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના રાજપીપળા સેશન્સ કોર્ટમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટે તારીખ ૨૦ મી જાન્યુઆરીએ સુનવણી હાથ ધરાઈ હતી વકીલની દલીલને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટના જજે ધારાસભ્ય ચૈતર વસાવાના રૂપિયા એક લાખના શરતી જામીન મંજૂર કર્યા છે

ઉપરાંત ટ્રાયલ પૂરો ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લાની હદ બહાર રહેશે તેઓ ટ્રાયલમાં સહકાર આપશે ચૈતર વસાવા ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા તથા ભરૂચ સિવાયના જે સરનામે રહેશે તે સરનામાની વિગત અને મોબાઈલ નંબર રજૂ કરવાના રહેશે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ છોડી શકાય નહીં જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર મહિનાની પહેલી તારીખે ૧૦.૦૦ વાગ્યાથી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવાની રહેશે જો કોઈપણ શરતનો ભંગ થાય તો જામીન રદ કરવામાં આવશે જેવી શરતો સાથે ધારાસભ્યને જામીન મળ્યા છે ઉલ્લેખનીય છે કે ૧૪ ડિસેમ્બરથી ચૈતર વસાવા વન વિભાગને કર્મચારીને માર મારવાના ધમકી આપવાના અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુનામાં રાજપીપળા ની સબ જેલમાં કેદ છે તેઓ શરતી જામીન સાથે જેલમાંથી મુકત થશે ત્યારે સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે
આ સાથેજ આપ નેતા અને વકીલ ગોપાલ ઇટલિયનું નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું કે આપના ક્રાંતિકારી ધારાસભ્યને રાજપીપળાની કોર્ટમાંથી જામીન મળ્યા છે તેમનું સ્વાગત કરીએ છે આજે ભગવાન રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે અને ચૈતર વસાવાને જામીન થાય છે ત્યારે શુભ સંકેત છે ભગવાન આવી ગયા તો રક્ષશોનો નાશ થવાનો છે ભાજપનો ડર સાફ દેખાય છે કેમકે ખોટા કેસો કર્યા અને જામીન મળ્યા એમાં પણ નર્મદા ભરૂચની હદ બહાર રહેવાની શરતે જમીન મળ્યા છે આશબ્દો દર્શાવે છે કે દિલ્હી સુધી ચૈતર વસાવાનો ડર છે પણ તેઓ લડાયક છે દરેક સંજોગોમાં તેમને ભરૂચના સાંસદ બનાવીને જંપીશું






