DEDIAPADANARMADA

ડેડીયાપાડા મોવી રોડ ઉપર મસ મોટા ખાડાથી વાહન ચાલકો ત્રાહિમામ, જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા 

ડેડીયાપાડા મોવી રોડ ઉપર મસ મોટા ખાડાથી વાહન ચાલકો ત્રાહિમામ, જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા

 

ખાડા પૂરવામાં વેઠ ઉતારવામાં આવતાં રોડ પર પૂરેલા મોટા મેટલોને કારણે વાહનોના ટાયરો ફાટી જઈ અકસ્માતની ઘટના વધી

 

રાજપીપળા: જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મોવી રોડ અત્યંત બિસ્માર હતો વારંવારની રજૂઆતો બાદ આ રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ નજીવા વરસાદથી આ રસ્તા ઉપર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને તકલીફ પડી રહી છે વાહનો ખડા માં ઠપકાવા થી ટાયર ફાટી જવાની અકસ્માતની ઘટના પણ બનતી હોય છે ત્યારે જાગૃત નાગરિક અને ધારાશાસ્ત્રીએ ડેડીયાપાડા મોવી રસ્તો બનાવવામાં મોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે

તેઓ જણાવે છે કે ખાડા પૂરવા માટે સ્ટેટ આર એન્ડ બી ના સત્તાવાળાઓ દ્વારા આ ખાડા ઉપર મેટલ પૂરવામાં આવ્યા જેના ઉપર રોલર ફેરવવામાં ન આવતા આ રોડ ઉપરના મેટલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે અને ખુલ્લે આમ વિખરાયેલા મેટલો ને કારણે ટુ વ્હીલર ફોરવીલર કે પછી હેવી ગાડીઓ ના ટાયરો ફૂટવાની ઘટના રોજ બની રહી છે જેના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધી ગયું છે સ્પીડમાં જતી ગાડી અચાનક ટાયર ફાટે તો આજુબાજુ વાળાને પણ નુકસાન થાય છે અને અકસ્માત પણ થાય છે અને આ ચોમાસામાં સંખ્યાબંધ અક્સમત આ રોડ પર થવા છતાં પણ આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કે સ્ટેટ આર એન બી ના ભ્રષ્ટ અધિકારીઓને સહેજ પણ દેખાતું નથી આ રોડ પર આવતા નેતાઓને પણ આ રોડ દેખાતો નથી જેથી સાગબારાના ડેડીયાપાડાથી જિલ્લા કક્ષાએ જતા આવતા લોકો અને રોજીંદુ અપડાઉન કરતા લોકો સહિત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવા આવતા લોકો આ રોડ પર આવતા જ ત્રાહિમામ પોકારી જાય છે , અને દર વર્ષે યાતના નો ભોગ બને છે હવે તો લાગી રહ્યું છે કે મોવી ડેડીયાપાડા રોડ બનાવનાર અને તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે

 

કોન્ટ્રાકટર રોડ બનાવે ત્યારે ત્રણ વર્ષ સુધી સમારકામ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટર ની હોય છે પરંતુ રોડનું નિરીક્ષણ આર.એન.બી. ના અધિકારીઓએ કરવાનું હોય છે  કોન્ટ્રાકટરના ભરોશે ડેડીયાપાડા મોવી રોડ છોડી દેવામાં આવ્યો છે રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે મે માહિતી અધિનિયમ મુજબ માહિતી માંગી છે અગામી સમયમાં  ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશ તેમ એડવોકેટ હિતેશ ભાઈ દરજીએ જણાવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button