NANDODNARMADA

ખેલ મહાકુંભ : નાંદોદની ગાડીત પ્રાથમિક શાળા ખોખોની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ આવતા ખુશી

ખેલ મહાકુંભ : નાંદોદની ગાડીત પ્રાથમિક શાળા ખોખોની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ આવતા ખુશી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રમતગમતમાં શ્રેષ્ઠતા રાષ્ટ્ર માટે ગૌરવ લાવે છે અને રાષ્ટ્રના નાગરિકો સ્વસ્થ અને સુખી સમાજનું નિર્માણ કરવામાં મદદ કરે છે. રમતગમત સામાજિક અને સાંસ્કૃતિક સીમાઓને સેતુ કરીને રાષ્ટ્રને એક કરે છે. ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિથી ગુજરાત રાજ્યના સ્વર્ણિમ જયંતિ વર્ષ-૨૦૧૦થી મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટ ‘ખેલ મહાકુંભ’ની પહેલ કરી હતી.

નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકા કક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરાયું હતું જેમાં દર વખતની જેમ આ વખતના ખેલ મહાકુંભમાં પણ નાદોદ તાલુકાની ગાડીત પ્રાથમિક શાળાએ ખેલ મહાકુંભની ખોખોમાં ભાઈઓના અંડર ૧૪ એજ ગ્રુપમાં સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તેમજ વિવિધ સિંગલ રમતો જેવી કે બ્રોડ જમ્પ, 30 મીટર 50 મીટર 100 મીટર 200 મીટર 400 મીટર અને 600 મીટર દોડમાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીની વસાવા પુર્વિકાબેન અંડર 9 એજ ગ્રુપમાં પ્રથમ તથા વસાવા રજનીકાબેન 600 મીટર દોડમાં દ્વિતીય અને 400 મીટર દોડમાં તૃતીય ક્રમ હાંસલ કરી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે

[wptube id="1252022"]
Back to top button