
આપની યુવા અધિકાર યાત્રાનું રાજપીપળામાં આગમન, વિદ્યા સહાયક યોજના રદ નહિ થાય તો આંદોલનની ચીમકી
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તેમજ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે પડકાર ફેંકયો
રાજપીપળા: જુનેદ ખત્રી
સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હંગામી ધોરણે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની વાત સરકાર કરી રહી છે ત્યારે આ બાબતે વિરોધ ના સુર ઉઠી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમજ દાંડી થી સાબરમતી આશ્રમ સુધી રિવર્સ દાંડી યાત્રા કાઢી જ્ઞાન સહાયક યોજના નો વિરોધ કરવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટીની યુવાધિકારી યાત્રા રાજપીપળા આવી પહોંચી હતી ગાંધી ચોક થી રેલી સ્વરૂપે શરૂ થઈ આ યાત્રા આંબેડકર ચોક ખાતે પૂરી થઈ હતી જેમાં વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તેમજ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા

જ્ઞાન સહાયક યોજના સરકાર બંધ કરે તેમજ શિક્ષકોની કાયમી ભરતી કરે તેવી માંગ કરવામાં આવી હતી ઉપરાંત શિક્ષકો માટે જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી ઉપરાંત અગામી સમયમાં જો સરકાર જ્ઞાન સહાયક યોજના રદ નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે
આ મુદ્દે આપ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ટેટ ટાટ પાસ કરી જ્યારે યુવાનોનો શિક્ષક બનવાનો વારો આવ્યો ત્યારે સરકાર કરાર આધારિત ભરતી લાવી જે યુવાનો માટે અન્યાય રૂપ છે ઉપરાંત ગુજરાતમાં ૩૨ હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે અને ૧૬૫૭ શાળાઓ એક શિક્ષક થી ચાલે છે ત્યારે દેશ કેવી રીતે વિશ્વગુરુ બનશે !? આ યાત્રામાં બે હજાર થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે ઉપરાંત આગામી સમયમાં જો સરકાર આ નિર્ણય પરત નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓએ ઉચારી છે
ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જ્ઞાન સહાયક યોજના એ યુવા વિરોધી પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ બંધારણીય અનામત વિરોધી પણ છે ઉપરાંત ખાનગીકરણને વેગ આપે છે સરકાર સરકારી સંસ્થાઓ બંધ કરી પુંજીપત્તિઓને બધું સોંપી દેવા માટે કરાર આધારિત યોજનાઓ લાવી રહી છે ઉપરાંત આજે સરકાર વિદ્યા સહાયક યોજના લાવી છે અગામી સમયમાં દરેક ફિલ્ડમાં કરાર આધારિત ભરતી પણ લાવી શકે છે ત્યારે સરકારના ઊંધા નિર્ણયો સામે સરકારને સીધી કરવા રિવર્સ દાંડી યાત્રા કાઢવામાં આવી છે જો આગામી સમયમાં આ યોજના રદ નહીં કરવામાં આવે તો વિધાનસભાના મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યોના ઘરનો ઘેરાઓ પણ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી ઉપરાંત ટેટ ટાટ પાસ કરેલા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ બેરોજગાર છે ત્યારે યુવાનોનું ભવિષ્ય અંધકારબહી બન્યું છે તેમ પણ જણાવ્યું હતું






