
કબૂતર જા જા… સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પાર્કમાંથી કબૂતર ચોરી કરતા બે સામે પોલીસ ફરિયાદ
રાજપીપળા: જુનેદ ખત્રી
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે સ્ટેચ્યુ નજીક બનેલ જંગલ સફારી પાર્કમાં દેશ વિદેશના વિવિધ પ્રાણી અને પક્ષીઓ પ્રવાસીઓ ને નિહાળવા માટે લાવવામાં આવ્યા છે જંગલ સફારી પાર્ક કેવડીયા માંથી કબૂતરની ચોરી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે જે બાબતે કેવડિયા સલામતી પોલીસ મથકમાં એક પુરુષ અને એક સ્ત્રી બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
ગરૂડેશ્વર તાલુકાના સલામતી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી (૧) રવીન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ તડવી રહે લીમડી (૨) ભાવનાબેન સુરેશભાઈ તડવી રહે. કાળીડોળી,નવી વસાહત તા.નસવાડી જી. છોટાઉદેપુર તેઓ જંગલ સફારી પાર્કમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પક્ષી ઘરમાથી એક કબુતરને ઓઢણીમા સંતાડી ચોરી કરી લઈ જઈ રહ્યા હતા ત્યારે સફારી પાર્કમાં ગેટ ઉપર ચેક કરતા કબૂતરને ઉડાડી દીધું હતું ત્યારે બંને વિરુધ પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે






