
રાજપીપળાથી પસાર થતી કરજણ નદીના પટમાંથી મૉટે પાયે ગેરકાયદેસર રેતી ગ્રેવલ નું થતું ખનન , કોણ ધ્યાન આપશે ???
એક જગૃતિ નાગરિકે જિલ્લા કલેક્ટર અને ગુજરાત ખાણ ખનીજ વિભાગ સુઘી લેખિત ફરિયાદ કરતા અનેક સવાલો
કરજણ નદીમાંથી ગેરકાયદેસર રીતે કોઈ પણ પાસ કે પરમિટ વગર પટ માંથી માટી, રેતી, બોલ્ડર,પથ્થર મોટા પાયે કાઢી વેપાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ
રાજપીપળા : જુનેદ ખત્રી
નદીઓ માંથી ભુ માફીયાઓ મોટા પાયે ખનન કરી રહ્યા છે જેની વારંવાર બૂમો ઉઠતી આવી છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર પણ આંખ આડા કાન કરતુ હોય એટલે મોટે પાયે આ ગેરકાયદેસર વ્યાપાર ચાલી રહ્યો હોય તેવી લોક ચર્ચા એ જોર પકડ્યું છે સાંસદ મનસુખ વસાવાએ પણ આ બાબતે આખું આભીયાન ઉપાડ્યું હતું ત્યારે હાલ એક રાજપીપલાના ટેકરા ફરીયાના જાગૃત નાગરિક મહેશભાઈ રાવજીભાઈ વસાવા એ કરજણ નદીના પટમાં થતી ખનીજ ખનન ચોરી બાબતે જીલ્લા કલેકટર, ખાણ ખનીજ વિભાગ નર્મદા, ખાણ ખનીજ વિભાગ અગ્ર સચિવ ગુજરાત રાજ્ય ગાંધીનગર ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

આ મહેશભાઈ વસાવા નું કહેવું છે કે કરજણ નદીના પટમાંથી તેમજ આજુબાજુના ભાઠામાંથી વગર રોયલ્ટી એ, વગર પરમીટ અને મંજૂરી વગર, ગેરકાયદેર કેટલાક લોકોની ગેંગ આ ધંધો કરી રહી છે.આ ખનીજની રોયલ્ટી પરિમટ પાસ વગર કાસ્ટિંગ પેટે રાખેલ જગ્યાઓમાંથી કરી સપ્લાય કરવામાં આવે છે.આ શખ્સો દ્વારા ઘણા લાંબા વર્ષોથી કોઈ પણ પ્રકારની બેરોકટોક વગર ખનીજ ચોરી કરી ધંધો ચલાવી રહ્યા છે. તો આ ખનન અટકે અને તેમની વિરુદ્ધ કાયદેસર ના પગલાં લેવાય એવી માંગ સાથે આ મહેશ વસાવા એ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.






