
વાહરાના નિશાબેન હરગોવનભાઈ છત્રાલિયા હસ્તે ધ્વજવંદન.
ડીસા તાલુકાના વાહરા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ૭૫ માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નિશાબેન હરગોવનભાઈ છત્રાલિયા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો ગરબા નાટક બાળગીત સ્વાગત ગીત પોતાની પ્રતિભાનું નિરુપણ કર્યુ હતુ. શાળાના આચાર્ય ઉપેશભાઈ પટેલ દ્વારા મહેમાનનો શાબ્દિક પરિચય તથા સ્વાગત કર્યું અને શિક્ષક મેલજીભાઈ દેસાઈ અને ગીરધનજી ઠાકોર એ પ્રજાસત્તાક પર્વ અને અખંડ ભારતના નિર્માણમાં અનેક ભારતીયોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે તેવા ક્રાંતિકારીઓ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં સરપંચ, ડે.સરપંચ, માજી સરપંચ, ડેલિકેટ, ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા…
ભરત ઠાકોર ભીલડી








