GIR SOMNATHGIR SOMNATH

Somnath : પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ ભાલકા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું

શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ-ભાલકા દ્વારા તેજસ્વી તારલાઓનો 14 મો સરસ્વતી સન્માન સમારોહ ભાલકા મુકામે યોજાય ગયેલ. આ સન્માન સમારોહ માં 70 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામોથી સન્માનિત કરવામાં આવેલ અને જેમાં 2 વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ જેમાં ધોરણ 10 થી સ્નાતક, અનુસ્નાતક તથા ડિગ્રી પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ આ સમારોહમાં શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ-ભાલકાના પ્રમુખ રમેશભાઈ જેઠવા તથા ઉપપ્રમુખ ભગાભાઇ કુકડીયા, વિપુલભાઈ માવદીયા, અરજનભાઇ દેવળીયા, નાગજીભાઈ સોલંકી, રાજેશભાઈ જેઠવા, રોહીતભાઈ વડુકરએ ખુબજ જહેમત ઉઠાવેલ તેમજ આ સન્માન સમારોહમાં તેજસ્વી તારલાઓની સાથે સાથે સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં ડેપ્યુટી કલેક્ટર ભુમીકા બેન કોરીયા ( વાટલીયા ) શિક્ષણ સમતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક, એડવોકેટ નીગમભાઇ જેઠવા, એડવોકેટે એન્ડ નોટરી ઉષાબેન કે. કુસકીયા, જીગ્નેશભાઈ ટાંક વિગેરેનું પુષ્પગુચ્છ તથા સાલથી સન્માન કરવામાં આવેલ તેમજ સમાજ શ્રેષ્ઠીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button