
રાજપીપળા પાસેના કરજણ ડેમમાંથી ૧૬,૫૭૬ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમની જળ સપાટી ૧૧૩.૪૫ મીટર નોંધાઇ
ડેમના ૩ દરવાજા ૧ મીટર સુધી ખોલી કરજણ નદીમાં રાત્રિના સમયે પાણી છોડવાનો પ્રારંભ
હજી નર્મદાના નીર ઓસર્યા નથી અને કરજણ ડેમ માંથી પાણી છોડાતા તંત્ર ખડે પગે
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા નદીમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા જિલ્લાના નાદોદ તાલુકામાં પણ નર્મદા નદીના નીર ફરીવડતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે , એ સમયે કરજણ ડેમ માંથી પાણી છોડવામાં આવશેની અટકળો વહેતી થઈ હતી, પરંતુ કરજણ ડેમના સત્તાધિશોએ જો એ સમયે પાણી છોડ્યું હોત તો ભારે તારાજીના દ્રશ્ય સર્જાયા હોત , જેથી જ્યારે નર્મદા ડેમમાંથી ૧૮ લાખ ક્યુસેક પાણી છોડાયું ત્યારે એ સમયે કરજણ દેમ્માંથી પાણી છોડવામા આવ્યુ નહોતું, જ્યારે આજરોજ ૧૮.૦૯.૨૩ રાત્રિના સમયેથી કરજણ ડેમ ની જળ સપાટી ૧૧૩.૫૨ મીટર ઉપર પહોંચી છે ત્યારે કરજણ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કર્યું છે.જે બાબત નું તંત્રને જાણ કરવા માં આવી હતી જેના પગલે તંત્ર સ્ટેન્ડ બાય રહ્યા છે.

રાજપીપળા પાસે આવેલ કરજણ ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ડેમ ખાતે પાણીની ભારે આવક થતા ડેમનો રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડયું હતું જે ૧૯.૦૯.૨૩ ના રોજ સવારે ત્રણ દરવાજા એક મીટર ખોલીને ૧૬,૫૭૬ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમ માથી પાણી છોડવામાં આવતા નીચાણ વાળા વિસ્તારો ને સાબદા કરાયા હતા.






