નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં ICDS ઘટક કચેરી ખાતે “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધા ” યોજાઇ

નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં ICDS ઘટક કચેરી ખાતે “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધા ” યોજાઇ
આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા નાગલીના લાડું, સુખડી, મોરૈયાની ખીચડી, મકાઈના થેપલા સહિતની વિવિધ વાનગીઓ બનાવવામાં આવી
તાલુકા અધિકારોઓ દ્વારા મિલેટ્સ વાનગી સ્પર્ધાનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર આપી કાર્યકર બહેનોને શુભેચ્છા પાઠવી
રાજપીપલા : જુનેદ ખત્રી
સમગ્ર વિશ્વ વર્ષ-2023 ને “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં આઈ. સી. ડી. એસ. મહિલા અને બાળ વિકાસ દ્વારા દેડીયાપાડા, સાગબાર, નંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના ICDS ઘટક કચેરી ખાતે જી-20 ની થીમ સાથે “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધાનું ” આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ છેવાડાના લોકો સુધી મિલેટ્સ તથા તેના પોષણયુક્ત વાનગીઓ વિશ્વની જાગૃતા કેળવાય અને રોજબરોજના જીવન ઉપયોગી બની શકે.
આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી. જેવી કે નાગલીના હાંડવો, લાડું, સુખડી, મોરેયાની ખીચડી, મકાઈના થેપલા, નાગલીના રોટલા, કોદરીની રાબ, શીરો, અને નાગલી, મકાઈ, જુવારના લોટમાં સરગવાના પાન નાખીને મુઠીયા જેવી વાનગીઓ બનવવામાં આવી હતી.
તાલુકાના અઘિકારી અને પ્રતિનિધિઓ મિલેટ્સ વાનગી સ્પર્ધાનું ” હાજર રહીને પાકોના મહત્વ, ઉપયોગિતા અને ફાયદાઓ અંગે માહિતીથી અવગત કરાવવા આવ્યા હતા તેમજ વાનગીઓનું નિદર્શન કરવા માટે તાલુકાના અધિકારોઓ તેમજ અન્ય શાખામાંથી પણ નિર્ણાયકોએ આમંત્રિત કરી વાનગી સ્પર્ધાનું નિરીક્ષણ કરી પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર આપી આંગણવાડી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી






