BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના સારસા નજીક અકસ્માત-ઇકો ગાડીમાં બેઠેલ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા

ઝઘડિયા તાલુકાના સારસા નજીક અકસ્માત-ઇકો ગાડીમાં બેઠેલ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા

સારસાની ઉમધરા ફાટક નજીક છાસવારે સર્જાતા અકસ્માતોમાં એકનો વધારો

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે આજરોજ મુખ્ય ધોરીમાર્ગ પર ઉમધરા ફાટક નજીક એક ઇકો ગાડીને થયેલ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સ્થળે એકત્ર થયેલ લોકોમાં ચર્ચાતી વાતો અનુસાર આ ઇકો ગાડી રાજપારડી તરફથી આવીને ઉમલ્લા તરફ જઇ રહી હતી,ત્યારે આગળ ચાલતા એક ટ્રેલરના પાછળના ભાગે ઇકોનો આગળનો ભાગ અથડાતા અકસ્માત સર્જાયો હતો. વધુમાં મળતી વિગત મુજબ આ અકસ્માતમાં ઇકો ગાડીના ચાલક સહિત કુલ ચાર જેટલી વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હતી, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને અવિધા ખાતે સારવાર માટે લઇ જવાયા હતા,જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચ લઇ જવાયા હતા. ઉલ્લેખનીય છેકે સારસા ગામે ઉમધરા ફાટક નજીક છાસવારે અકસ્માતો સર્જાય છે,આજના આ અકસ્માતને પગલે અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી.

 

 

ઈરફાન ખત્રી

રાજપારડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button