
ટંકારા: ટંકારા ના દયાનંદ ચોકમાંગ્રામ રક્ષક દળ ની કચેરીનું ઉદ્ઘાટન કરાયું

ટંકારા ના દયાનંદ ચોકમાં આવેલ વર્ષો જુની પોલીસ ચોકી નું રીનોવેસન કરી રંગરોગાન સાથે બ્લુ અને સફેદ ગુબ્બારા થી સુશોભિત કરી ગ્રામ રક્ષક દળ ની કચેરી તરીકે નવ નિયુક્ત પી.એસ. આઈ. ધાંધલ , આચાર્ય રામદેવજી,ઉપસરપંચ પ્રતિનિધી હેમંતભાઈ ચાવડા ના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ટંકારા શહેર માં ઉદ્યોગ ધંધા માટે આવતા પર પ્રાંત ના ખેતમજૂરો નું પ્રમાણ વધુ હોય, બુધવાર અને શનિવારે ગુજરી બજાર “હાટ”ભરાતી હોય, શાકમાર્કેટ આવેલ હોય બજાર સતત ધમધમતી રહે છે.

અગાઉ ગ્રામજનોએ આ જુની પોલીસ ચોકી ચાલું કરવા રજુવાત કરેલ હોય ઘણીવાર અસામાજિક તત્વો ચોકમાં ધામાં નાખી અડિંગો જમાવતા હોય છે. જેના હિસાબે આવારા તત્વો ઉપર બાજ નજર રાખી શકાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ હેતુ થી જી.આર.ડી.ની કચેરી કાર્યરત કરેલ.આ તકે ટંકારા ગ્રામ રક્ષક દળના માનદ જી.એ. પરમાર તેમજ જી.આર.ડી ના સભ્યો હાજર રહ્યા હતાં.








