BANASKANTHAPALANPUR

દાંતા તાલુકાની સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતી 300 વિદ્યાર્થીનીઓને ગણવેશ અને પગરખાં ની ભેટ વિતરણ કરવામાં આવેલ 

24 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સુરતની ભૂમિ દાતાઓની ભૂમિ તરીકે જગ પ્રસિદ્ધ થયેલી છે. સુરતમાં એક ચેરિટી ગ્રુપ ચાલે છે. જેનું નામ છે જાયન્ટ ગ્રુપ ઓફ ચોપાટી. આ સંસ્થા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અતિ ગરીબ વિસ્તારોમાં અભ્યાસ કરતા બાળકોને પુસ્તકો, ચોપડા, ગણવેશ, પગરખાં, સ્વેટર, સાડી જેવી વસ્તુઓનું વિતરણ કરે છે. આ ગ્રુપના ડિરેક્ટર ઓફ એડ્મિનિસ્ટ્રેશન તરીકે વડગામ તાલુકાના ધોતા ગામના વતની એવા શ્રીમાન મહેશભાઈ જોષી ફરજ બજાવી રહ્યા છે. તેમજ રાજન સર, અમિતભાઈ મફતિયા અને ભરતભાઈ ભટ્ટ વગેરે પણ આ ગ્રુપમાં ખુબ જ પ્રશંસનીય સેવા કાર્ય કરી રહ્યા છે. સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતાના વયનિવૃત્ત અને પેથાપુરના વતની એવા શ્રી સી બી રાવલના પ્રયાસો થકી આ ગ્રુપ દ્વારા સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતામાં અભ્યાસ કરતી 300 જેટલી બાળાઓને ગણવેશ અને પગરખાંની ભેટ આપવામાં આવી હતી.આ ઉમદા કાર્ય બદલ તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી, સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દાંતા કેળવણી મંડળ દાંતા ના મંત્રી શ્રી ભૂપતસિંહ વાઘેલા સાહેબે પોતાના હસ્તે જાયન્ટ ગ્રુપ ઓફ ચોપાટીના ડિરેક્ટર ઓફ એડ્મિનિસ્ટ્રેશન એવા મહેશભાઈ જોશીને સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. શાળાની બાળાઓએ અભિનય દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મહેશભાઈ જોષી, રાજન સર દ્વારા બાળકોને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટેની કેટલીક ટિપ્સ આપી હતી. કાર્યક્રમના અંતે જાયન્ટ ગ્રુપ ઓફ ચોપાટી, સુરત તરફથી તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફમિત્રોએ સહકાર આપ્યો તે બદલ શાળાનાં આચાર્યશ્રીએ ખુબ ખુબ આભાર માન્યો હતો. સંજયસિંહ રાઓલે તમામ મહેમાનોની આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સુપરવાઈઝરશ્રી વી પી પ્રજાપતિએ કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button